Home Business Stock Market Today

શેરબજારમાં સતત બીજા દિવસે તેજી : રોકાણકારોની સંપત્તિમાં ₹4.44 લાખ કરોડનો વધારો

શેરબજારમાં સતત બીજા દિવસે તેજી
Published by: OBS Bureau
Last Updated: Mar 06, 2025, 02:17 PM IST

ભારતીય શેરબજારો આજે 6 માર્ચે સતત બીજા દિવસે તેજી સાથે બંધ થયા છે. સેન્સેક્સ 610 પોઈન્ટ ઉછળ્યો અને ફરી એકવાર 74,000ને પાર કરી ગયો. નિફ્ટી ઉછળીને 22,500ની ઉપર બંધ રહ્યો હતો. જે છેલ્લા 2 અઠવાડિયામાં તેનું સર્વોચ્ચ સ્તર છે. તેજીને કારણે આજે BSE લિસ્ટેડ કંપનીઓના કુલ બજાર મૂલ્યમાં આશરે રૂ. 4.4 લાખ કરોડનો વધારો થયો છે.

એશિયન પેઇન્ટ્સના શેરમાં મજબૂત તેજી

સેન્સેક્સની 30 કંપનીઓમાંથી 24 કંપનીઓના શેર તેજી સાથે ગ્રીન ઝોન અને 5 કંપનીઓના શેર રેડ ઝોનમાં બંધ થયા હતા. જ્યારે HDFC બેન્કના શેરનું ફ્લેટ ક્લોઝિંગ થયુ હતુ. બીજી તરફ નિફ્ટી 50ની 50 કંપનીઓમાંથી 38 કંપનીઓના શેર ઉછાળા સાથે ગ્રીન ઝોનમાં બંધ થયા હતા અને બાકીની 12 કંપનીઓના શેર રેડ ઝોનમાં બંધ થયા હતા. આજે, સેન્સેક્સ કંપનીઓમાં, એશિયન પેઇન્ટ્સના શેર મહત્તમ 4.70 ટકાના વધારા સાથે બંધ થયા હતા, જ્યારે ટેક મહિન્દ્રાના શેર મહત્તમ 2.31 ટકાના ઘટાડા સાથે બંધ થયા હતા.

સેન્સેક્સના અન્ય શેરોની સ્થિતિ કેવી હતી?

આ સિવાય આજે એનટીપીસીના શેર 3.41 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 2.96 ટકા, ટાટા સ્ટીલ 2.87 ટકા, બજાજ ફિનસર્વ 2.39 ટકા, હિંદુસ્તાન યુનિલિવર 2.22 ટકા, સન ફાર્મા 2.09 ટકા, અદાણી પોર્ટ્સ 2.04 ટકા, એક્સિસ બેન્ક 1.851 ટકા, ટીસીએસ 1.83 ટકા, ટીસીએસ 2.85 ટકા, બાજાજ ફિનસર્વ 2.39 ટકા. ફાયનાન્સ 0.95 ટકા, એચસીએલ ટેક 0.75 ટકા, લાર્સન એન્ડ ટુબ્રો 0.66 ટકા વધ્યા હતા. જ્યારે કોટક મહિન્દ્રા બેંકનો શેર 2.31 ટકા, ઝોમેટો 0.62 ટકા, ટાટા મોટર્સ 0.19 ટકા અને ઇન્ડસઇન્ડ બેંકનો શેર આજે 0.07 ટકા ઘટ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now