ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના છેલ્લા ટ્રેડિંગ દિવસે નરમાઈ જોવા મળી રહી છે. શરૂઆતી કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં ટ્રેડ થઈ રહ્યા છે. સેન્સેક્સ લગભગ 260 પોઈન્ટના ઘટાડા સાથે કારોબાર કરી રહ્યો છે, જ્યારે નિફ્ટી 25,400ની સપાટીની આસપાસ જોવા મળી રહ્યો છે. બજારમાં આ ઘટાડા પાછળ ખાનગી બેંકો, ઓટો, એફએમસીજી અને ઈન્ફ્રા સેક્ટરના શેરોમાં જોવા મળેલી વેચવાલી મુખ્ય કારણ છે.
આજના ટ્રેડિંગ સેશનમાં માત્ર આઈટી (IT) સેક્ટરના શેરોમાં જ થોડો વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે અન્ય તમામ સેક્ટરલ ઈન્ડેક્સમાં 0.5% થી વધુનો ઘટાડો નોંધાયો છે. મિડકેપ અને સ્મોલકેપ ઈન્ડેક્સમાં પણ નરમાઈ જોવા મળી રહી છે, જેના કારણે રોકાણકારોની સંપત્તિમાં ઘટાડો થયો છે. આ દરમિયાન ઓલા ઈલેક્ટ્રિક, રિલાયન્સ પાવર અને IRFC જેવા મોટા શેરો આજે તેમના 52-અઠવાડિયાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે.
ગૌતમ IVF નું માર્કેટ ડેબ્યૂ: IPO ને મળ્યો હતો બમ્પર રિસ્પોન્સ
આજે શેરબજારમાં Gaudium IVF & Women Health ના શેરનું લિસ્ટિંગ થવા જઈ રહ્યું છે. આ આઈપીઓ છેલ્લા દિવસે 6.93 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો. જેમાં રિટેલ રોકાણકારોનો હિસ્સો 7.17 ગણો અને નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII) નો હિસ્સો 13.47 ગણો સબ્સ્ક્રાઇબ થયો હતો. રોકાણકારોની નજર આજે આ શેરના લિસ્ટિંગ પ્રીમિયમ પર ટકેલી છે.
ઓલા ઈલેક્ટ્રિક અને રિલાયન્સ પાવર સહિત અનેક શેરો તળિયે
બજારમાં ચાલી રહેલી વેચવાલી વચ્ચે 19 જેટલા મોટા શેરો આજે તેમની 52-વીકની નીચી સપાટીએ (52-week Low) પહોંચી ગયા છે. જેમાં મુખ્યત્વે:
ઓલા ઈલેક્ટ્રિક: રૂ.25.34 ની સપાટીએ
રિલાયન્સ પાવર: રૂ.25.29 ની સપાટીએ
IRFC: રૂ.103.60 ની સપાટીએ
IRCTC: રૂ.595.15 ની સપાટીએ
સેલો વર્લ્ડ: રૂ.423.95 ની સપાટીએ
ભારતી એરટેલ પર બ્રોકરેજ હાઉસ 'બુલિશ', છતાં શેરમાં ઘટાડો
વિખ્યાત બ્રોકરેજ ફર્મ જેફરીઝે (Jefferies) ભારતી એરટેલ માટે 'Buy' રેટિંગ જાળવી રાખ્યું છે અને રૂ.2,575 નો ટાર્ગેટ ભાવ આપ્યો છે. બ્રોકરેજના મતે એરટેલનો ARPU (યુઝર દીઠ સરેરાશ આવક) 6% વધ્યો છે જે પોઝિટિવ છે. આમ છતાં, આજે શેરબજારની એકંદર નરમાઈ વચ્ચે એરટેલનો શેર 1.19% ઘટીને રૂ.1,905 ની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે.
મિડકેપ શેરોમાં વેચવાલીનું દબાણ
નિફ્ટી મિડકેપ 100 ઈન્ડેક્સમાં આજે 0.5% નો ઘટાડો જોવા મળ્યો છે. સૌથી વધુ ઘટનારા શેરોમાં:
L&T Finance: 3.9% નો ઘટાડો
Bandhan Bank: 3.28% નો ઘટાડો
AB Capital: 2.23% નો ઘટાડો
Tata Communications: 2.16% નો ઘટાડો
બ્રોકિંગ શેરોમાં ગાબડું
શેરબજારમાં ઘટાડાની અસર સ્ટોક બ્રોકિંગ કંપનીઓના શેરો પર પણ જોવા મળી રહી છે. એન્જલ વન (Angel One) નો શેર લગભગ 3% તૂટ્યો છે. તે સિવાય રોયલ ઇન્ડિયા અને અન્ય નાની બ્રોકિંગ કંપનીઓના શેરોમાં પણ 2% થી 5% સુધીનો ઘટાડો જોવા મળી રહ્યો છે.




















