Botad News: બોટાદના હડદડ ગામે ખેડૂત-પોલીસ વચ્ચેના ઘર્ષણ કેસમાં ભાવનગર ડીસ્ટ્રીકટ એન્ડ સેશન્સ કોર્ટ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટે આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત કુલ મળીને સાત લોકોના જામીન મંજૂર કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ચાલતી કડદાપ્રથા વિરુદ્ધ આંદોલનનું નેતૃત્વ કરનાર AAP કિસાન સેલ પ્રમુખ રાજુ કરપડા અને પ્રદેશ ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામની ચાર મહિના અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. ત્યાર બાદથી બંને નેતા જેલમાં હતા. આ બાબતે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની પ્રતિક્રિયાની આવી છે.
'આખરે સત્યની જીત' : ઇસુદાન ગઢવી
આ મામલે AAP ના ગુજરાત પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ કહ્યું કે, 'આખરે સત્યની જીત થાય જ છે, સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજય નથી થતો.' વધુમાં તેમણે ઉમેર્યું કે, 'આ નેતો લોકોના અવાજ માટે જેલમાં ગયા હતા.' બહાર આવેલા આપ નેતાઓને અભિનંદન પણ પાઠવ્યા અને જાહેર જનતાને કહ્યું, 'આ યોદ્ધાઓ ફરીથી તમારો અવાજ બનશે, મજબૂતાઈથી તમારો અવાજ ઉઠાવશે.'
આ 7 આગેવાનોના થયા જમીન મંજૂર
રમેશ મેર, હંસરાજ ભાલાળા, વિપુલ ઉર્ફે કમલેશ હરિયાણી, વિપુલ વિનુભાઈ મકવાણા, જીતેન્દ્ર ગોવિંદિયા, રાજુ કરપડા, પ્રવીણ રામના જામીન મંજુર થયા છે.
હડદડમાં મચી હતી ભગદડ?
ગત 12 ઓક્ટોબરે કપાસમાં વેપારીઓ દ્વારા કડદો કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા એક જનસભા યોજી હતી. જેમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે બબાલ થઈ હતી. આ મહાપંચાયત દરમિયાન ખેડૂતો અને પોલીસ વચ્ચે તંગદીલી વધી જતા વાતાવરણ ગરમાયું હતું અને સ્થિતિ બેકાબૂ થતાં પોલીસે લાઠીચાર્જ કરવાની સાથે ટીયર ગેસના સેલ છોડવાની કાર્યવાહી કરી હતી.
85 વ્યક્તિઓ સામે ગુનોં નોંધાયો હતો
આ ઘટનાને પગલે પોલીસે કુલ 88 વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. અગાઉ આ કેસમાં 81 આરોપીઓને હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. જ્યારે બાકીની 7 વ્યક્તિઓની અરજી હજી પેન્ડિંગ હતી. ત્યારે હવે બાકીના 7 રમેશ મેર, હંસરાજ ભાલાળા, વિપુલ ઉર્ફે કમલેશ હરિયાણી, વિપુલ વિનુભાઈ મકવાણા, જીતેન્દ્ર ગોવિંદિયા, રાજુ કરપડા, પ્રવીણ રામના જામીન મંજુર થયા છે.




















