ગુજરાત રાજ્ય સરકારે સુવ્યવસ્થિત સંચાલન અને પ્રશાસકીય કામગીરીમાં વધુ સમન્વય લાવવા માટે જિલ્લા પ્રભારી મંત્રીઓની નવી નિમણૂક કરી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિકાસ, પ્રશાસન અને જાહેર સેવાઓના અસરકારક અમલ માટે મંત્રીઓને પ્રભારીની જવાબદારી સોંપવામાં આવી છે.
ઋષિકેશ પટેલ અમદાવાદ અને તેમજ વાવ-થરાદના પ્રભારી
આ તાજેતરની નિમણૂક અનુસાર, ઋષિકેશ પટેલને અમદાવાદ જિલ્લો તેમજ વાવ-થરાદ વિસ્તારના પ્રભારી મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવીને ગાંધીનગર અને વડોદરા જિલ્લાની જવાબદારી સોંપાઈ છે. કૃષિ મંત્રી જીતુ વઘાણીને અમરેલી અને રાજકોટ જિલ્લાના પ્રભારી મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે નાણાં મંત્રી કનુ દેસાઈને સુરત અને નવસારી જિલ્લાની જવાબદારી આપવામાં આવી છે.
પ્રભારી મંત્રીનું નામ અને જિલ્લો
હર્ષ સંઘવી - વડોદરા, ગાંધીનગર
અર્જુન મોઢવાડીયા - જામનગર, દાહોદ
કનુ દેસાઈ - સુરત, નવસારી
જીતુ વાઘાણી - અમરેલી, રાજકોટ
ઋષિકેશ પટેલ - અમદાવાદ, વાવ-થરાદ
કુંવરજી બાવળીયા - પોરબંદર, દેવભૂમિ દ્વારકા
નરેશ પટેલ - વલસાડ, તાપી
પ્રધુમન વાજા - સાબરકાંઠા, જૂનાગઢ
રમણ સોલંકી -ખેડા, અરવલ્લી
ઇશ્વરસિંહ પટેલ - નર્મદા
પ્રફુલ પાનસેરીયા - ભરૂચ
ડૉ. મનિષા વકીલ - છોટા ઉદેપુર
પરષોત્તમ સોલંકી - ગીર સોમનાથ
કાંતિલાલ અમૃતિયા - કચ્છ
રમેશ કટારા - પંચમહાલ
દર્શનાબેન વાઘેલા - સુરેન્દ્રનગર
કૌશિક વેકરીયા - ભાવનગર, જૂનાગઢ (સહ પ્રભારી)
પ્રવિણ માળી - મહેસાણા, નર્મદા (સહ પ્રભારી)
જયરામ ગામીત - ડાંગ
ત્રિકમ છાંગા - મોરબી, રાજકોટ (સડ પ્રભારી)
કમલેશ પટેલ - બનાસકાંઠા, વડોદરા (સહ પ્રભારી)
સંજયસિંહ મહીડા - આણંદ, ભરૂચ (સહ પ્રભારી)
પૂનમચંદ બરંડા - મહિસાગર, દાહોદ (સહ પ્રભારી)
સ્વરૂપજી ઠાકોર - પાટણ
રિવાબા જાડેજા - બોટાદ
વિકાસ ડોર ઝડપી બનશે
રાજ્ય સરકારના આ નિર્ણયનો હેતુ જિલ્લાવાર શાસનને વધુ અસરકારક બનાવવાનો છે, જેથી વિકાસ કાર્યો ઝડપથી આગળ વધી શકે અને પ્રજાને સરકારી યોજનાઓનો લાભ સમયસર મળી રહે. દરેક પ્રભારી મંત્રીને પોતાના જિલ્લામાં નિયમિત મુલાકાતો લઈને સ્થાનિક પ્રશાસન સાથે સંકલન સાધવાનું રહેશે, જેથી પ્રશાસન વધુ જવાબદાર અને પ્રતિસાદક્ષમ બની રહે.






