Home International Stampede Near Sri Gudincha Temple In Odisha Many Died And Injured Ntc

પુરીમાં રથયાત્રા દરમિયાન ગુડીંચા મંદિરમાં ભાગદોડ : 3ના મોત, 50થી વધુ ઘાયલ

પુરીમાં રથયાત્રા દરમિયાન ગુડીંચા મંદિરમાં ભાગદોડ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jun 29, 2025, 05:43 AM IST

ઓડિશાના પુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન ભાગદોડની ઘટના બની છે. રવિવારે સવારના સમય શ્રી ગુંડિચા મંદિરની સામે ભગવાનના દર્શન માટે ભક્તો મોટી સંખ્યામાં એકઠા થયા હતા, ત્યારે ભાગદોડ અને ધક્કામુક્કી થઈ હતી. આ ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, જ્યારે 50થી વધુ લોકો ઘાયલ થયા હોવાની વિગતો છે. ઘાયલોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. આ ઘટના શ્રી ગુંડિચા મંદિરની સામે શારદાબલી નજીક બની હતી, જ્યારે ભગવાન જગન્નાથજીને રથ પર બિરાજમાન કર્યા ત્યારે દર્શન માટે ભક્તોનો જમાવડો થયો હતો
ભાગદોડમાં 3ના મોત, 50થી વધુ ઘાયલ
ભગવાનના દર્શન કરવા માટે ભક્તો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. તે દરમિયાન ભીડને કાબૂમાં લેવી મુશ્કેલ બની ગઈ અને લોકોએ ધક્કામુક્કી શરૂ કરી દીધી હતી. જેમાં કેટલાક લોકો જમીન પર પડી ગયા અને નાસભાગ મચી ગઈ હતી. આ દરમિયાન 3 લોકો ભીડ નીચે પડી ગયા હતા અને તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બધા મૃતકો ખુર્દા જિલ્લાના હોવાની વિગતો છે. મૃતકોમાં બે મહિલાઓ છે, જેમના નામ પ્રભાતી દાસ અને બસંતી સાહુ અને 70 વર્ષીય પ્રેમકાંત મહંતી.
ઘાયલોમાં કેટલાકની હાલત ગંભીર
ભીડ બેકાબૂ થતાં તે નિયંત્રણ બહાર થઈ ગઈ હતી અને સુરક્ષા વ્યવસ્થાની તૈયારી અંગે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. ઘટનામાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ડોક્ટરોની ટીમ સતત તેમની સારવાર કરી રહી છે. જો કે, કેટલાક ઘાયલોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now