Ahmedabad ST Bus Accident : અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં ન્યૂ કોટન માર્ગથી અનુપમ સિનેમા માર્ગ તરફ જતા આશિમાના ગેટ પાસે અકસ્માતની ઘટના દુર્ઘટના સર્જાઈ હતી. કપડવંજથી મોરબી તરફ જતી એસ.ટી. બસે એક્ટિવા પર જતા 28 વર્ષીય યુવકને અડફેટે લીધો હતો.
એસ.ટી.બસની હડફેટે યુવકનું મોત
બહેરામપુરા વિસ્તારમાં રહેતા આ યુવક નૃત્ય કલાકાર તેમજ બેટરીના કારીગર હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે યુવકનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. આ અકસ્માત થતા અનુપમ સિનેમાથી લઈને સુખરામનગર સુધીના લગભગ બે કિલોમીટર વિસ્તાર સુધી ભારે ટ્રાફિક જામ સર્જાયો હતો.
ટ્રાફિક જામ!
ઘટનાની જાણ થતાં જ એચ ડિવિઝનના પી.આઈ. તથા આઈ ડિવિઝનના ઈન્ચાર્જ પી.આઈ. અશોક પટેલ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. તેમણે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાવવાનો પ્રબંધ કરતાં એસ.ટી. બસને માર્ગની સાઈડમાં ખસેડાવી લાંબા સમયથી ઉભેલા ટ્રાફિક જામને દૂર કરાવ્યો હતો.






