Home Business Sri Lotus Developers Realty Limited Is Going To Launch Its Ipo Stars Like Shahrukh Khan Amitabh Bachchan Are Shareholders Of The Company

બોલીવુડના સિતારાઓએ કર્યું આ IPOમાં રોકાણ : કયો છે IPO, કોણે કોણે કર્યું રોકાણ?

બોલીવુડના સિતારાઓએ કર્યું આ IPOમાં રોકાણ
Published by: OBS Bureau
Last Updated: Jul 26, 2025, 07:16 AM IST

ફિલ્મ નિર્માતામાંથી રિયલ એસ્ટેટ ડેવલપર બનેલા આનંદ પંડિતની કંપની શ્રી લોટસ ડેવલપર્સે IPO લાવવાની જાહેરાત કરી છે. કંપની 5.28 કરોડ ઇક્વિટી શેરના વેચાણ દ્વારા આશરે ₹792 કરોડ એકત્ર કરવાની યોજના ધરાવે છે. IPO માટે બિડિંગ 30 જુલાઈથી શરૂ થશે અને 1 ઓગસ્ટે બંધ થશે. IPO માટેનો પ્રાઇસ બેન્ડ ₹140 થી ₹150 પ્રતિ શેર નક્કી થયો છે અને લોટ સાઈઝ 100 શેરનો રહેશે.

આ IPOમાં સૌથી રસપ્રદ વાત એ છે કે અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, ઋત્વિક રોશન, અજય દેવગણ, એકતા કપૂર, જીતેન્દ્ર, ટાઈગર શ્રોફ, મનોજ બાજપેયી જેવા બોલીવૂડના ઘણા મોટા નામોએ આ કંપનીમાં રોકાણ કર્યું છે. ઉલ્લેખનીય છે કે અમિતાભ બચ્ચને ₹10 કરોડના 6,66,670 શેર ખરીદ્યા છે, જ્યારે શાહરૂખ ખાન ફેમિલી ટ્રસ્ટે ₹10.12 કરોડના 6,75,000 શેરમાં દાવ લગાવ્યો છે. ઋત્વિક અને રાકેશ રોશને મળીને ₹2.1 કરોડના 1,40,000 શેર ખરીદ્યા છે. અજય દેવગણે સૌથી વધુ ₹57.5 કરોડના 38,33,300 શેરમાં રોકાણ કર્યું છે.

આ ઉપરાંત એકતા, જીતેન્દ્ર અને તુષાર કપૂરે ₹5 કરોડના 3,33,000 શેર ખરીદ્યા છે. ટાઈગર અને જેકી શ્રોફે ₹50 લાખનું રોકાણ કર્યું છે, જયારે સાજિદ નડિયાદવાલાએ ₹1 કરોડના 66,670 શેર લીધા છે. શૈલેષ લોઢા અને મનોજ બાજપેયીએ અનુક્રમે ₹15 લાખ અને ₹10 લાખનું રોકાણ કર્યું છે.

કંપનીએ IPO લાવવાના સાત મહિના પહેલા ડિસેમ્બર 2024માં રૂ. 150 પ્રતિ શેરના દરે 2.66 કરોડ શેરના પ્રાઇવેટ પ્લેસમેન્ટ દ્વારા ₹399.2 કરોડ એકત્ર કર્યા હતા. આ પ્લેસમેન્ટમાં કુલ 118 રોકાણકારો સામેલ થયા હતા, જેમાં આશિષ કચોલિયા, DRChoksi Finserv, Abundantia Capital, Turtle Crest વગેરેનો સમાવેશ થાય છે.

આ IPO માત્ર રિયલ એસ્ટેટ અને બજાર માટે નહીં પરંતુ બૉલીવૂડ ઈન્વેસ્ટમેન્ટ માટે પણ મહત્વપૂર્ણ છે, કારણ કે તેમાં થતી સફળતા સેલિબ્રિટી રોકાણકારોના નફા પર પણ સીધી અસર કરશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now