Home Sports Sports Indian Team Defeat Australia And Enter Final Of Chamions Trophy

કાંગારૂઓને ધૂળ ચટાડી ભારતીય ટીમ ફાઈનલમાં : વિરાટની શાનદાર અડધી સદી, 4 વિકેટથી ઓસ્ટ્રેલિયાને આપી માત

કાંગારૂઓને ધૂળ ચટાડી ભારતીય ટીમ ફાઈનલમાં
Published by: OBS Bureau
Last Updated: Mar 04, 2025, 04:40 PM IST

ICC CHAMPIONS TROPHY 2025: ભારતીય ક્રિકેટ ટીમે આખરે ઓસ્ટ્રેલિયા સામેનો બદલો લીધો છે. ICCચેમ્યિન્સ ટ્રોફીની સેમિફાઈનલમાં કાંગારુઓને ધૂળ ચટાડતા કરી દીધા છે. સેમિફાઈનલની મેચમાં ઓસ્ટ્રેલિયાને 4 વિકેટે હરાવીને ફાઈનલમાં શાનદાર રીતે પ્રવેશ કર્યો છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતતા પહેલી બેટિંગ કરીને 264 રન બનાવ્યા અને ભારતને 265 રનનો ટાર્ગેટ આપ્યો હતો.  વિરાટ કોહલીએ 84 રન બનાવીને આખી બાજી ભારતીય ટીમના હાથમાં લઈ લીધી. આ જીતનો શ્રેય વિરાટ કોહલીની આક્રમક બેટિંગ અને મોહમ્મદ શામીને જાય છે. શામીએ  10 ઓવરમાં 48 રન આપીને ત્રણ વિકેટ ઝડપી પાડી હતી. આ જીત સાથે રોહિત શર્માની બ્રિગેડે ફાઈનલમાં એન્ટ્રી મારી લીધી છે.  હવે બીજી સેમી ફાઈનલ 5 માર્ચે લાહોરના ગદ્દાકી સ્ટેડિયમમાં યોજાવાની છે, ન્યૂઝિલેન્ડ અને દક્ષિણ આફ્રિકા બંનેમાથી જે જીતશે તેનો મુકાબલો 9 માર્ચે દૂબઈમાં યોજાનારી ફાઈનલ મેચમાં ભારત સાથે થશે.


ભારતીય ટીમની બેટિંગની શરૂઆત ખરાબ થઈ હતી, 43 રનમાં જ ભારતે 2 વિકેટ ગુમાવી દીધી હતી, શુભમન ગિલ 8 તો કેપ્ટન રોહિત શર્મા 28 રન બનાવીને આઉટ થઈ ગયા હતા.  તે બાદ વિરાટ કોહલી અને શ્રેયસ ઐય્યરે સાથે મળીને 111 બોલ પર 91 રનની ભાગીદારી કરી હતી,  134 રન પર ભારતની ત્રીજી વિકેટ પડી, શ્રેયસ 45 રન બનાવીને આઉટ થયા અને અડધી સદી ચૂકી ગયા.

આ વચ્ચે વિરાટ કોહલીએ 54 બોલમાં અડધી સદી પૂરી કરી, તે બાદ કોહલીએ અક્ષર પટેલ સાથે 52 બોલમાં 44 રનની ભાગીદારી કરી, તે બાદ અક્ષર 27 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા હતા.  વિરાટ કોહલી પણ 84 રન પર આઉટ થઈ જાય છે, કોહલીએ કે.એલ. રાહુલ સાથે 47 રનની ભાગીદારી કરી. કે.એલ.રાહુલે ક્રિઝ પર રહીને વિનિંગ સિક્સર ફટકારીને ભારતને ફાઈનલમાં પ્રવેશ અપાવ્યો છે. 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now