Home Gujarat Spokesperson Minister Jeetu Vaghani Spoke On The Threat To Blow Up Schools With Bombs

'વાલીઓએ ચિંતા કરવાની જરૂર નથી' : શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મામલે બોલ્યા પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણી

'વાલીઓએ ચિંતા કરવાની જરૂર નથી'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 18, 2025, 10:34 AM IST

Gandhinagar cabinet meeting : ગાંધીનગરમાં કેબિનેટ બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ મહત્વપૂર્ણ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, 'અમદાવાદની કેટલીક શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યા ઈ-મેલ મળ્યા છે. તેમણે કહ્યું કે આ પ્રકારના ઈ-મેલ મળતા જ રાજ્ય સરકાર અને પોલીસ વિભાગે તાત્કાલિક પગલાં લીધા છે.

'વાલીઓએ ચિંતા કરવાની જરૂર નથી'

પ્રવક્તા મંત્રીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, 'વાલીઓએ ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે ગૃહમંત્રી હર્ષ સંઘવીના માર્ગદર્શન હેઠળ પોલીસ વિભાગ સંપૂર્ણ સતર્કતાથી અને સુપેરે સુરક્ષા વ્યવસ્થાની કામગીરી કરી રહ્યા છે. ધમકીભર્યા ઈ-મેલ મળ્યા, તેમ બોમ્બ સ્કવોડ, સ્ટેફર્ડ ડોગ સ્કવોડ સહિતની ખાસ ટીમોને તાત્કાલિક તપાસ માટે મોકલવામાં આવી હતી અને તમામ સંબંધિત શાળાઓમાં ચકાસણી શરૂ કરવામાં આવ'.

'ધમકીભર્યો ઈ-મેલ ક્યાંથી અને કોના દ્વારા જનરેટ થયો...'

તેમણે વધુમાં જણાવ્યું કે, 'તકેદારીના ભાગરૂપે સંબંધિત શાળાઓમાં શૈક્ષણિક કાર્ય તાત્કાલિક બંધ કરવામાં આવ્યું હતું, કારણ કે વિદ્યાર્થીઓ અને સ્ટાફની સુરક્ષા સાથે કોઈપણ પ્રકારનો જોખમ લેવામાં આવી શકે નહીં. રાજ્ય સરકાર સમગ્ર ઘટનાને લઈને સતત સંપર્કમાં છે અને દરેક સ્તરે પરિસ્થિતિ પર નજર રાખી રહી છે'. મંત્રી જીતું વાઘાણીએ જણાવ્યું કે, 'ધમકીભર્યો ઈ-મેલ ક્યાંથી અને કોના દ્વારા જનરેટ થયો છે તે અંગે પણ તપાસ ચાલી રહી છે. સરકાર અને પોલીસ વિભાગની પ્રાથમિકતા વિદ્યાર્થીઓની સુરક્ષા છે અને આ મુદ્દે કોઈપણ પ્રકારની બેદરકારી રાખવામાં આવશે નહીં, તેવું પણ તેમણે ઉમેર્યું.

અમદાવાદની આ સ્કૂલોને મળી હતી ધમકી

અમદાવાદ જિલ્લાની (1) એકલવ્ય સ્કુલ સનાથલ ગામની સીમ તાં. સાણંદ જી, અમદાવાદા (2) ન્યુ તુલીપ ઇન્ટરનેશલન સ્કુલ સ્ટરીલીંગ સીટી રોડ, અમીધારા સોસાયટી બોપલ, અમદાવાદ (3) દિલ્હી પબ્લિક સ્કુલ ઘુમા બોપલ, અમદાવાદ (4) એપલ ગ્લોબલ સ્કુલ સરવોત્તમ હોટેલ પાછળ, ગીબપુરા સાણંદ, અમદાવાદ (5) શાંતી એશીયાટીક સ્કુલ શેલા રોડ બોપલ, અમદાવાદ (6) ઝાયડસ સ્કુલ ફોર એક્સીલન્સ ગોધાવી બોપલ અમદાવાદ (7) કોસમોસ કેસલ ઇન્ટરનેશલ સ્કુલ મણીપુર બોપલ અમદાવાદ

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now