Home Gujarat Special Havan Prayer By Fans For Team Indias Victory In T20 World Cup

વડોદરામાં T20 વર્લ્ડ કપ માટે ભારે ઉત્સાહ : ટીમ ઈન્ડિયાની જીત માટે ચાહકો દ્વારા વિશેષ હવન-પ્રાર્થના, "ટીમ ઈન્ડિયા જીતશે"ના નારાઓ દેશભક્તિથી ગુંજાવી દીધું વાતાવરણ

વડોદરામાં T20 વર્લ્ડ કપ માટે ભારે ઉત્સાહ
Published by: OBS Bureau
Last Updated: Mar 08, 2026, 11:27 AM IST

T20 World Cup: ICC Men's T20 World Cup 2026ની શરૂઆત સાથે જ સંસ્કારી નગરી વડોદરામાં ક્રિકેટ ચાહકોમાં અદ્ભુત ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટીમ ઈન્ડિયાની ભવ્ય વિજય માટે શહેરના ક્રિકેટપ્રેમીઓએ વિશેષ હવન-યજ્ઞનું આયોજન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા અને ભગવાન પાસે પ્રાર્થના કરી.

બેટ્સમેન તથા બોલરોના શ્રેષ્ઠ પ્રદર્શન માટે મનોકામના

આ હવનમાં પંડિતો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિ આપવામાં આવી અને ભારતીય ટીમના બેટ્સમેન તથા બોલરોના શ્રેષ્ઠ પ્રદર્શન માટે મનોકામના વ્યક્ત કરવામાં આવી. ચાહકોએ "ભારત માતા કી જય" અને "ટીમ ઈન્ડિયા જીતશે" જેવા નારાઓ લગાવીને વાતાવરણને દેશભક્તિથી ગુંજાવી દીધું.

હવન દ્વારા ખેલાડીઓનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ

ક્રિકેટ રસિયાઓએ જણાવ્યું કે ક્રિકેટ ભારતમાં માત્ર રમત નથી, પરંતુ એક ભાવના છે. જ્યારે ભારત મોટા આંતરરાષ્ટ્રીય મુકાબલા રમે છે ત્યારે કરોડો લોકોની લાગણીઓ તેની સાથે જોડાયેલી હોય છે. આ જ ભાવનાને વ્યક્ત કરવા માટે આ અનોખું આયોજન કરવામાં આવ્યું છે. ચાહકોની અપેક્ષા છે કે ટીમ ઈન્ડિયા આ વખતે પણ વિશ્વ વિજેતા બને અને T20 વર્લ્ડ કપની ટ્રોફી ફરી એકવાર ભારત લાવે. આ હવન દ્વારા ખેલાડીઓનો ઉત્સાહ વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શહેરમાં વર્લ્ડ કપના માહોલને લઈને લોકો આતુરતાથી ભારતની જીતની રાહ જોઈ રહ્યા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now