Home International Spancannibal Raja Kolander Gets Life Imprisonment In Double Murder Casespa

શબનું માંસ ખાતો, ખોપડીનો સૂપ પીતો.... : નરભક્ષી રામ નિરંજનને કોર્ટે સંભળાવી આજીવન કેદની સજા

શબનું માંસ ખાતો, ખોપડીનો સૂપ પીતો....
Published by: OBS Bureau
Last Updated: May 23, 2025, 12:50 PM IST

મરનાર વ્યક્તિના મૃતદેહનું માંસ ખાતો હતો, ખોપડીને ઉકતાળીને સૂપ બનાવતો અને પછી તેને પીતો હતો. તે પોતાને રાજા કોલંદર કહેતો હતો. આ કેસમાં લખનૌ એડીજે કોર્ટે નરભક્ષી રામ નિરંજન ઉર્ફે રાજા કોલંદર અને તેના સાથી બચ્છરાજ કોલને આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે બંનેને 2.5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો છે.

વર્ષ 2000માં રાજા કોલંદર અને બચ્ચરાજ કોલે 22 વર્ષીય મનોજ સિંહ અને તેના ડ્રાઇવર રવિ શ્રીવાસ્તવનું અપહરણ કર્યું હતું અને પછી બંનેની હત્યા કરી હતી. આ કેસમાં કોર્ટે 19 મેના રોજ કોલંદર અને બચ્છરાજને દોષિત ઠેરવ્યા અને શુક્રવારે તેમને આજીવન કેદની સજા ફટકારી હતી. અગાઉ વર્ષ 2012 માં પત્રકાર ધીરેન્દ્ર સિંહની હત્યાના કેસમાં અલ્હાબાદ કોર્ટે બંને દોષીઓને આજીવન કેદની સજા ફટકારી હતી.

રામ નિરંજન કેવી રીતે નરભક્ષી બન્યો?
રાજા કોલંદર સામે 14 થી વધુ હત્યાના કેસ નોંધાયેલા છે. તે લોકોને મારી નાખતો અને તેમના શરીરના ટુકડા કરી નાખતો. પછી તે મૃત વ્યક્તિની ખોપરીમાંથી મગજ કાઢીને તેને ઉકાળીને સૂપ બનાવીને પીતો. આવા વ્યક્તિને નરભક્ષક કહેવામાં આવે છે. રાજા કોલંદર પ્રયાગરાજના નૈનીના શંકરગઢમાં સ્થિત હિનોતા ગામનો રહેવાસી છે.

જાણો રાજા કોલંદરને કયા કેસમાં સજા કરવામાં આવી હતી?
રાજા કોલંદરે 23 જાન્યુઆરી 1999 ના રોજ લખનૌના નાકા હિંડોલાથી પ્રયાગરાજ જવા માટે પત્રકાર મનોજ સિંહની ટાટા સુમો 1400 રૂપિયામાં બુક કરાવી હતી. મનોજ સિંહ પણ ડ્રાઇવર રવિ શ્રીવાસ્તવ સાથે ગયો હતો. તે બંનેને સીધા બારગઢ જંગલમાં લઈ ગયો, જ્યાં મનોજ સિંહ અને રવિ શ્રીવાસ્તવની હત્યા કરવામાં આવી હતી. મનોજના પરિવારે લખનૌના નાકા હિંડોલા પોલીસ સ્ટેશનમાં બંનેના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ બંનેના મૃતદેહ જંગલમાંથી મળી આવ્યા હતા. બંનેના મૃતદેહ નગ્ન હાલતમાં મળી આવ્યા હતા.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
એ...એ...ગયા!
વિદેશી ફોટોગ્રાફરે હાથીને ગુલાબી રંગીને કહ્યું- 'I DON'T USE AI'
Play Video
ઈરાનના તેલ પર અમેરિકાની નજર
મિસાઇલ શક્તિમાં કોણ છે વિશ્વમાં નંબર 1?
ઈરાને અમેરિકાનું E-3 Sentry વિમાન તોડી પાડ્યું
Play Video