Home International Some Countries Have Blue Traffic Light

બ્લૂ ટ્રાફિક લાઈટનું રહસ્ય : કેટલાક દેશમાં હોય છે બ્લૂ ટ્રાફિક લાઈટ..શું તમને ખબર છે તેનું રહસ્ય?

બ્લૂ ટ્રાફિક લાઈટનું રહસ્ય
Published by: OBS Bureau
Last Updated: Jan 15, 2025, 03:00 PM IST

તમે લાલ, લીલી અને પીળી ટ્રાફિક લાઈટ વિશે સાંભળ્યું હશે પરંતુ બ્લૂ ટ્રાફિક લાઈટ વિશે નહીં સાંભળ્યું હોય. તમને સાંભળીને આશ્ચર્ય થશે પરંતુ
એક દેશ એવો છે જ્યાં બ્લૂ ટ્રાફિક લાઈટો હોય છે. 99 ટકા લોકોને એ વિશે ખબર નહીં હોય પરંતુ આ સત્ય છે. ચાલો તેની વિગતે વાત કરીએ.આ વાત અને દાવો જાપાનથી જોડાયેલો છે. જાપાનમાં કેટલીક ટ્રાફિક લાઈટ લીલા રંગની જગ્યાએ બ્લૂ રંગની હોય છે. આમ તો તે એકદમ બ્લૂ રંગ નથી હોતો. લીલા રંગનો એક ઘેરો શેડ હોય છે.

જાપાનમાં વાદળી ટ્રાફિક લાઇટ શા માટે છે?

તેનું કારણ એ છે કે જાપાનીઝ ભાષામાં રંગો વિશે એક ખાસ વાત છે. જાપાનીઝમાં, સમાન શબ્દ "Ao" નો ઉપયોગ વાદળી અને લીલા બંને માટે થાય છે. જ્યારે જાપાનમાં પ્રથમ વખત ટ્રાફિક લાઇટો ઇન્સ્ટોલ કરવામાં આવી હતી, ત્યારે લાઇટ લીલી હોવા છતાં "ગો" નો સંકેત આપવા માટે "આઓ" શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

ધીમે-ધીમે જાપાની ભાષામાં લીલા રંગ માટે એક અલગ શબ્દ મિડોરીનો ઉપયોગ થવા લાગ્યા. પરંતુ જૂના દસ્તાવેજો માટે અનેક લોકોના મનમાં આઓ શબ્દ લીલા રંગ સાથે જ જોડાયેલો રહ્યો. એટલે જાપાનમાં જ્યારે ટ્રાફિક લાઈટ્સની વાત આવી ત્યારે એક એવો રંગ પસંદ કરવામાં આવ્યો જે બ્લૂ અને લીલાની વચ્ચે હોય. પરંતુ છોડો ઘેરો, જેથી તે બ્લૂ જેવો દેખાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક