21 સપ્ટેમ્બર 2025ના રોજ સૂર્યગ્રહણ થશે. ખગોળિય દૃષ્ટિએ આ ઘટના મહત્વપૂર્ણ છે, પરંતુ જ્યોતિષીય માન્યતાઓ અનુસાર આ સૂર્યગ્રહણ વૈશ્વિક રાજકારણ, સત્તા પરિવર્તન અને સંઘર્ષના સંકેતો આપી રહ્યું છે.
સૂર્યગ્રહણનો સમય અને સ્થાન
શરૂઆત : સવારે 8:32 વાગ્યે
મધ્ય ભાગ : સવારે 11:17 વાગ્યે
અંત : બપોરે 02:06 વાગ્યે
સ્થાન : કન્યા રાશિ – ઉત્તરાફાલ્ગુની નક્ષત્ર
ગ્રહોની સ્થિતિ
સૂર્ય અને ચંદ્ર : કન્યા રાશિમાં – જનતા અને સરકાર પર સીધી અસર
બુધ : કન્યામાં ઉચ્ચ – ન્યાય અને નિર્ણયપ્રક્રિયા હચમચશે
મંગળ (તુલા) : સંઘર્ષ અને અસંતોષ વધશે
ગુરુ (મિથુન) : શિક્ષણ અને ટેકનોલોજીમાં અસ્થિરતા
શુક્ર (સિંહ) : રાજદ્વારી તણાવ
શનિ (મીન) : લાંબા ગાળાનું વૈશ્વિક સંકટ
રાહુ-કેતુ (મેષ-તુલા) : બળવો, યુદ્ધ અને સત્તા પરિવર્તન
વિશ્વ પર અસર
યુરોપ : ફ્રાન્સ, જર્મની અને બ્રિટનમાં બળવો વધી શકે છે, ત્રીજા વિશ્વ યુદ્ધની ચર્ચાઓ તેજ બનશે.
એશિયા : જાપાન-થાઈલેન્ડમાં નેતૃત્વ પરિવર્તન શક્ય, ભારતમાં રાજકીય-આર્થિક દબાણ.
અમેરિકા : સત્તા સંઘર્ષ, હિંસા અને ચૂંટણી રાજકારણમાં અસ્થિરતા.
રાશિ મુજબ અસર
મેષ : કારકિર્દી દબાણ, સ્વાસ્થ્ય સમસ્યા
વૃષભ : આર્થિક અસ્થિરતા
મિથુન : પરિવારમાં અશાંતિ
કર્ક : માનસિક બેચેની
સિંહ : સંબંધોમાં કડવાશ
કન્યા : નોકરી-વ્યવસાયમાં અસુરક્ષા
તુલા : ખર્ચ અને વિવાદો
વૃશ્ચિક : અચાનક નફો-નુકસાન
ધનુ : વિદેશ બાબતોમાં અવરોધો
મકર : પરિવારમાં મતભેદ
કુંભ : મિત્રો સાથે વિવાદ
મીન : સરકારી બાબતોમાં તણાવ
ઉપાયો
ગ્રહણ દરમિયાન “ૐ સૂર્યાય નમઃ” મંત્ર જાપ કરો
સ્નાન અને દાન કરવું અનિવાર્ય
ખાવા-પીવાનું ટાળો
ગ્રહણ પછી તુલસી પાન અથવા ગંગાજળનું સેવન કરો