ગ્રહોના રાજા સુર્ય હવે કન્યા રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આ ગોચર 17 સપ્ટેમ્બરે થશે. આ સિવાય 13 સપ્ટેમ્બરે સુર્યનું વધુ એક પરિવર્તન થવા જઈ રહ્યું છે, જે અમુક રશીઓના જીવનમાં પરિવર્તન લાવશે. જણાવી દઈએ કે અત્યારે સુર્ય સિંહ રાશિમાં છે, હવે તે 13 સપ્ટેમ્બરે ઉત્તરાફાલ્ગુની નક્ષત્રમાં ગોચર કરશે, આ બાદ બુધની રાશિ કન્યામાં ગોચર કરશે. સુર્ય 17 સપ્ટેમ્બર 2025 એ મોડી રાત્રે 01.38 એ કન્યા રાશિમાં પ્રવેશ કરશે. બુધ સુર્યનો મિત્ર છે અને પોતાના નક્ષત્રમાં જવાથી સૂર્યની શક્તિ વધશે, આનાથી અમુક રાશિઓ માટે લાભના યોગ બની રહ્યા છે. તો ચાલો તે લકી રાશિઓ કઈ છે તેના વિશે જાણીએ.
વૃષભ રાશિ વાળાઓ માટે સુર્યના બે પરિવર્તન ખૂબ ખાસ રહેશે. આ સમયે તમારા પૈસા બચશે. આર્થિક સ્થિતિ પહેલા કરતાં સારી થશે. બિઝનેસ વાળાઓ માટે લાભના યોગ બની રહ્યા છે. પિતા સાથે સંબંધ સુધરશે. તમારા બાળકો સાથે પણ સંબંધ સુધરવાની શક્યતા છે.
કર્ક રાશિ વાળાઓ માટે આ સમય સારા પરિણામો લઈને આવશે. જો તમે કલાકાર છો, તો આ સમય દરમિયાન તમને ઘણી તકો મળશે. તમને લોકો ઓળખશે. કાયદાકીય મામલાનું સમાધાન લાવી શકો છો. આ સમય દરમિયાન ઇન્વેસ્ટથી પણ ફાયદો થવાના યોગ બની રહ્યા છે.
આ સમયે સિંહ રાશિ વાળાઓ પર સુર્ય મહેરબાન રહેશે. તમને આત્મવિશ્વાસમાં ખાસ ચમક મળશે, કમ્યુનિકેશન અને વાણીના માધ્યમે તમને ફાયદો થશે. અમુક લોકોને સરકારી પરિક્ષામાં પાસ થવાના સંકેત મળી રહ્યા છે. પરિવાર સાથે સંબંધ સુધરશે. બુધના કારણે તમારી માટે લાભના યોગ બની રહ્યા છે.