Home Gujarat Smc Raids Golathara Village And Seizes Ganja

SMCએ ગોલાથરા ગામે રેડ પાડી ગાંજા ઝડપ્યો : 1.62 લાખનો મુદ્દામાલ જપ્ત, ચાર વ્યક્તિઓને દબોચી લીધા

SMCએ ગોલાથરા ગામે રેડ પાડી ગાંજા ઝડપ્યો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jan 06, 2026, 01:09 PM IST

Gandhinagar News : ગાંધીનગર જિલ્લામાં સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) દ્વારા NDPS એક્ટ હેઠળ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. તારીખ 5 જાન્યુઆરી 2026ના રોજ SMCની ટીમે ગાંધીનગરના સોમનાથ મહાદેવ મંદિર નજીક આવેલા ઢેઢુ–નારડીપુર રોડ પર ગોલાથરા ગામ વિસ્તારમાં ગુપ્ત બાતમીના આધારે રેડ હાથ ધરી હતી. આ રેડ દરમિયાન પોલીસે કુલ 7 કિલો 450 ગ્રામ ગાંજા જપ્ત કર્યો હતો, જેની અંદાજિત બજાર કિંમત રૂપિયા 3.72 લાખ થાય છે.

ચાર વ્યક્તિઓને દબોચી લીધા!

પોલીસ કાર્યવાહી દરમિયાન ગાંજા સાથે સંકળાયેલા ચાર વ્યક્તિઓને ઝડપી લેવામાં આવ્યા છે, જેમાં નિશર્ગ કાંતિભાઈ માલી, મોહમ્મદ મોહસિન ફરીદમિયા શેખ, કૌશિક રમણભાઈ ઠાકોર તેમજ એક કાયદા સાથે સંઘર્ષમાં આવેલ બાળકનો સમાવેશ થાય છે. રેડ દરમિયાન પોલીસે ચાર મોબાઇલ ફોન, જેની કિંમત અંદાજે રૂપિયા 90 હજાર થાય છે, તેમજ એક એર્ટિગા કાર (અંદાજિત કિંમત રૂપિયા 7 લાખ) પણ કબજે કરી છે. આ રીતે કુલ મળીને અંદાજે રૂપિયા 11.62 લાખનો મુદ્દામાલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.

બે આરોપીને વોન્ટેન્ડ જાહેર કરાયા

આ કેસમાં પોલીસે ગાંજાના સપ્લાયર તરીકે બકાભાઈ ઉર્ફે બટુક ડાભી અને ગાંજાનો ઓર્ડર આપનાર સબ્બીરખાન દિલાવરખાન પઠાણને ફરાર જાહેર કરી વોન્ટેડ જાહેર કર્યા છે. બંને આરોપીઓની શોધખોળ માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી છે. સમગ્ર કાર્યવાહી PI એમ.એસ. ત્રિવેદી અને PSI વી.કે. રાઠોડના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી. SMC દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહીથી જિલ્લામાં નશાના ગેરકાયદે વેપાર પર મોટો ઘા પડ્યો છે. પોલીસ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે નશાના દુષણ સામે આવી જ કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે અને આવા ગેરકાયદે ધંધામાં સંડોવાયેલા કોઈને પણ બક્ષવામાં નહીં આવે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now