Home Gujarat Sim Card Cyber Fraud Exposed From Ahmedabad

અમદાવાદમાં સીમકાર્ડ સાયબર ફ્રોડનો પર્દાફાશ : 4 આરોપી ક્રાઈમ બ્રાન્ચના સંકાજામાં, થશે મોટા ખુલાસા!

અમદાવાદમાં સીમકાર્ડ સાયબર ફ્રોડનો પર્દાફાશ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Nov 30, 2025, 01:28 PM IST

Ahmedabad Crime News : અમદાવાદ શહેર દ્વારા સીમકાર્ડ કઢાવવા માટે ગયેલા ગ્રાહકોને તેમના નામના આધારપુરાવા જેવા કે, આધારકાર્ડ, ચુંટણીકાર્ડ, તથા તેમની ફીંગર પ્રીન્ટ વગેરે છત્રી વાળા (ટેલીકોમ્યુનિકેશન એજન્ટ) ગ્રાહકોની જાણ બહાર સીમકાર્ડ કઢાવી સીમકાર્ડ ટ્રાન્સફર કરવાની પ્રોસેસ કરી સર્વર ડાઉન હોવાથી પ્રોસેસ થયેલ નથી તેમ ખોટુ જણાવી તેઓની જાણ બહાર તેઓના ડોક્યુમેન્ટને દગલબાજીથી કે અપ્રમાણિકતાથી મેળવી લઇ સીમકાર્ડસ ઇશ્યુ કરી અન્ય સહઆરોપીઓને કમિશનથી દુબઇ મારફતે કંમ્બોડીયા ખાતે સાયબર ફ્રોડ આચરતા કોલસેન્ટરને ડિજીટલ એરેસ્ટ જેવા ગંભીર પ્રકારના સાયબર ફ્રોડના ગુનામાં મદદ કરતી ગેંગના અગાઉ ૩ સભ્યોની અટકાયત કરવામાં આવેલ હતી બાદ સિમકાર્ડનુ પાર્સલ દુબઈ ખાતે લઈ જનાર આ ગેંગના વધુ એક સભ્યને પકડી અટકાયત કરવામા આવી છે.

સીમકાર્ડનો સાયબર ફ્રોડ

ફરિયાદીએ જણાવ્યું હતું કે, ચાંદલોડીયા તળાવ પાસે અજાણ્યા એરટેલ એજન્ટે મારા આધારકાર્ડથી ઇશ્યુ કરેલ સીમકાર્ડનો સાયબર ફ્રોડના ગુનામાં ઉપયોગ કરેલા હોય જે સીમકાર્ડ આ એરટેલ એજેન્ટે મારા પિતાજીના નામના સીમકાર્ડને મારા નામે ટ્રાંસફર કરી આપવાનો વિશ્વાસ ભરોસો આપી મારા આધારપુરાવા થી સીમકાર્ડ ટ્રાન્સફર કરવાની પ્રોસેસ કરી પ્રોસેસ થયેલ નથી તેમ ખોટુ જણાવી મારી જાણ બહાર મારા ડોક્યુમેન્ટને દગલબાજીથી કે અપ્રમાણિકતાથી મેળવી લઇ મો. સીમકાર્ડ ઇશ્યુ કરી આ એરટેલ એજેન્ટે કોઇ અજાણ્યા ઇસમો સાથે ભેગા મળી મારા નામે ઇશ્યુ થયેલ સીમકાર્ડ અજાણ્યા ઇસમોને આપી ગુનાહીત પ્રવૃતિમાં મારા નામના સીમકાર્ડ નો ઉપયોગ કરી પુર્વ આયોજીત ગુનાહિત કાવતરૂ રચી મારી સાથે વિશ્વાસઘાત કરી ગુનોં કર્યા.

આરોપીઓ નામ

વિજય સ/ઓ સુમતિભાઇ રાવળ ઉ.વ.32, અમદાવાદ શહેર

શુભમ ઉર્ફે સેબી જયંતિલાલ જાતે-પરાડીયા ઉ.વ.22, અમદાવાદ

કિરણ ઉર્ફે કેટી સ/ઓ અમૃતલાલ જાતે-ઠક્કર, અમદાવાદ

કુલદિપભાઇ ઉર્ફે ભુવાજી સ/ઓ વિષ્ણુભાઇ જાતે જોષી, બનાસકાંઠા

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now