Home International Shiv Sena Ubt Chief Uddhav Thackeray Says We Have Come Together To Stay Together

'..તો હા, અમે 'ગુંડા' છીએ'... : 20 વર્ષ પછી રાજ ઠાકરે સાથે મંચ પરથી ઉદ્ધવ ઠાકરેનું નિવેદન

'..તો હા, અમે 'ગુંડા' છીએ'...
Published by: OBS Bureau
Last Updated: Jul 05, 2025, 10:08 AM IST

મહારાષ્ટ્ર સરકારે હિન્દીને ત્રીજી ભાષા તરીકે લાગુ કરવાના બે સરકારી પ્રસ્તાવોને રદ કર્યા પછી, ઉદ્ધવ ઠાકરે જૂથ (UBT) અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS) એ મુંબઈના વર્લી ડોમ ખાતે સંયુક્ત રેલીનું આયોજન કર્યું. સૌપ્રથમ, રાજ ઠાકરેએ રેલીને સંબોધિત કરી અને કહ્યું કે આજે 20 વર્ષ પછી, હું અને ઉદ્ધવ સાથે આવ્યા છીએ. જે કામ બાળાસાહેબ કરી શક્યા નહીં, તે દેવેન્દ્ર ફડણવીસે કર્યું... અમને બંનેને સાથે લાવવાનું કામ.'

ત્યારબાદ શિવસેના (UBT) ના વડા ઉદ્ધવ ઠાકરેએ રેલીને સંબોધિત કરી. તેમણે કહ્યું કે અમે સાથે આવ્યા છીએ, અમે સાથે રહીશું. ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'આપણી તાકાત આપણી એકતામાં છે, જ્યારે પણ પડકારજનક સમય આવે છે, ત્યારે આપણે બધા સાથે આવીએ છીએ, પરંતુ આપણે બધાએ અનુભવ કર્યો છે કે જ્યારે પડકારજનક સમય પસાર થાય છે, ત્યારે આપણે બધા આપણા અંગત હિત માટે કામ કરીએ છીએ, જે આ વખતે ન થવું જોઈએ.'

'અમારું ભેગા થવુ એ મંચ પર ભાષણો કરતાં વધુ મહત્વપૂર્ણ છે'

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'જ્યારથી અમે આ કાર્યક્રમની જાહેરાત કરી છે, ત્યારથી બધા અમારા ભાષણની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, પરંતુ મારા મતે, અમે બંને ભેગા થઈએ એ જ આ મંચ અમારા ભાષણો કરતાં વધુ મહત્વપૂર્ણ હતું. રાજ ઠાકરેએ પહેલા બધુ કહી ચુક્યા છે, અને મને લાગે છે કે હવે મારે બોલવાની કોઈ જરૂર નથી.'

'..તો હા, અમે 'ગુંડા' છીએ'

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'તમે (શિવસેના) પહેલા જ અમારો ઘણો ઉપયોગ કરી ચૂક્યા છો. જો તમને મહારાષ્ટ્રમાં બાળાસાહેબ ઠાકરેનું સમર્થન ન હોત, તો તમને કોઈ ઓળખતું ન હતું. તમે કોણ છો અમને હિન્દુત્વ વિશે શીખવવાવાળા? જ્યારે મુંબઈમાં રમખાણો થઈ રહ્યા હતા, ત્યારે અમે મરાઠી લોકોએ મહારાષ્ટ્રના દરેક હિન્દુને બચાવ્યા, પછી ભલે તે કોઈ પણ હોય. જો તમે મરાઠી લોકોને 'ગુંડા' કહી રહ્યા છો જે વિરોધ કરીને ન્યાયની માંગ કરી રહ્યા છે. તો હા, અમે 'ગુંડા' છીએ.'

'એક નિશાન એ ત્રિરંગો છે, ભાજપનો ધ્વજ નહીં'

શિવસેના (યુબીટી)ના વડાએ કહ્યું, 'જ્યારે ભાજપ કહે છે કે તેમને એક બંધારણ, એક નિશાન અને એક વડા પ્રધાન જોઈએ છે, ત્યારે તેમણે યાદ રાખવું જોઈએ કે એક નિશાન એ ત્રિરંગો છે, ભાજપનો ધ્વજ નહીં, જે વાસણો સાફ કરવા માટે વપરાતો કાપડનો ટુકડો છે.'

'તમે મહારાષ્ટ્રની કરોડરજ્જુ તોડવાનો પ્રયાસ કર્યો'

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, 'તેઓ હંમેશા અમને પૂછે છે કે બીએમસીમાં અમારા શાસન દરમિયાન અમે મુંબઈમાં મરાઠી લોકો માટે શું કર્યું. હવે અમે પ્રશ્ન પૂછી રહ્યા છીએ - તમારા શાસનના છેલ્લા 11 વર્ષમાં તમે શું કર્યું છે? તમે મુંબઈના મહત્વપૂર્ણ પ્રતિષ્ઠાનોને ગુજરાત ધકેલી દીધા છે. વ્યવસાયો ગુજરાતમાં સ્થળાંતર થઈ રહ્યા છે. મોટી ઓફિસો ગુજરાતમાં જઈ રહ્યા છે. હીરાનો વ્યવસાય પહેલાથી જ ગુજરાતમાં સ્થળાંતર થઈ ગયો છે, તેથી તમે મહારાષ્ટ્રની કરોડરજ્જુ તોડવાનો શ્રેષ્ઠ પ્રયાસ કર્યો અને એ જ કરી રહ્યા છો. અને તમે અમને પ્રશ્નો પૂછી રહ્યા છો.'

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video
ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી
Play Video