Home Business Share Market Crash Investor Lost 92 Lakh Crore Rupees Since October

5 મહિનામાં 92 લાખ કરોડ રૂપિયાનું નુકસાન : 30 વર્ષ જૂનો રેકોર્ડ તૂટવાથી ગભરાયા ઈન્વેસ્ટર્સ

5 મહિનામાં 92 લાખ કરોડ રૂપિયાનું નુકસાન
Published by: OBS Bureau
Last Updated: Mar 01, 2025, 05:52 AM IST

ભારતીય શેર બજાર છેલ્લા પાંચ મહિનાથી ખૂબ જ ખરાબ ફેઝથી પસાર થઈ રહ્યું છે. જેની ચર્ચા આખી દુનિયામાં થઈ રહી છે. આવું પ્રથમ વખત 1996માં થયું હતું, જ્યારે જુલાઈ અને સપ્ટેમ્બર વચ્ચે સતત પાંચ મહિના સુધી બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. છેલ્લા પાંચ મહિનામાં નિફ્ટી 12.65 ટકા અને સેન્સેક્સ 11.54 ટકા ઘટ્યો છે. આ ઘટાડાને કારણે BSEનું માર્કેટ કેપ પણ ઘટ્યું છે અને રોકાણકારોને 92 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

ઓક્ટોબરથી શેરબજારમાં ઘટાડો
ફેબ્રુઆરીમાં સૌથી વધુ 40.80 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. 31 જાન્યુઆરીએ BSEનું માર્કેટકેપ ₹ 4,24,02,091.54 લાખ કરોડ હતું, જ્યારે 28 ફેબ્રુઆરીના રોજ ટ્રેડિંગના અંત સુધીમાં તે ₹ 3,84,01,411.86 કરોડનું નુકસાન થયું છે. શેર બજારમાં ઘટાડાનો આ સમયગાળો ઓક્ટોબરથી શરૂ થયો હતો, જ્યારે રોકાણકારો 29.63 લાખ કરોડ ડૂબી ગયા હતા. નવેમ્બરમાં જ રોકાણકારોને 1.97 લાખ કરોડ રૂપિયાનો ફાયદો થયો હતો. ડિસેમ્બરમાં ₹ 4.73 લાખ કરોડનું નુકસાન થયું હતું અને જાન્યુઆરીમાં આ આંકડો વધીને ₹ 17.93 લાખ કરોડ થયો હતો.

આ ઘટાડાનું કારણ શું છે?

બજારમાં ઘટાડાના ઘણા કારણો છે. આનું સૌથી મોટું કારણ વિદેશી રોકાણ છે. FPIએ ઓક્ટોબરથી અત્યાર સુધીમાં 2.13 લાખ કરોડ રૂપિયાના શેર વેચ્યા છે. તે જ સમયે, ટ્રમ્પના ટેરિફ વધારવાના નિર્ણયથી પણ બજારને અસર થઈ છે. એશિયન બજારોમાં ઘટાડાને નજરઅંદાજ ન કરી શકાય. જાપાનનો નિક્કી 3 ટકા, દક્ષિણ કોરિયાનો કોસ્પી 2.7 ટકા અને હોંગકોંગનો હેંગસેંગ 1.5 ટકા ઘટ્યો હતો.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now