Home Gujarat Shankarsinh Vaghela Statement In Support Of Chaitar Vasava

''સમગ્ર પ્રક્રિયા તદ્દન રાજકીય કિન્નાખોરી...'' : શંકરસિંહ વાઘેલાએ સરકાર પર સાધ્યું નિશાન

''સમગ્ર પ્રક્રિયા તદ્દન રાજકીય કિન્નાખોરી...''
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 08, 2025, 08:28 AM IST

AAPના ધારાસભ્યની ધરપકડ કેસમાં વિપક્ષ કોંગ્રેસ મૂક પ્રક્ષેપ બની હોય તેવું પ્રાથમિક દ્રષ્ટીએ જણાઈ રહ્યું છે, કારણ કે, ચૈતર વસાવાની ધરપકડ લઈ વિપક્ષ તરીકે કોંગ્રેસે મગનું નામ મરી પાડ્યું નથી નથી પરંતુ રાજકીય ગતિવીધિઓ તેજ કરવા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના વડા શંકરસિંહ વાઘેલાએ સરકાર પર કેટલાક આક્ષેપો કર્યા છે, સાથો સાથ ચૈતર વસાવાનો પક્ષ પણ રાખ્યો છે.

ચૈતર વસાવાના સમર્થમાં આવ્યા 'બાપુ'!

ચૈતર વસાવાના સમર્થમાં આવ્યા 'બાપુ'!આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડના મુદ્દે હવે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને પ્રજા શક્તિ ડેમોક્રેટિક પાર્ટીના વડા શંકરસિંહ વાઘેલાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે ચૈતર વસાવાની ધરપકડને રાજકીય બદલો ગણાવીને ચિંતા વ્યક્ત કરી છે
''...સમગ્ર પ્રક્રિયા તદ્દન રાજકીય કિન્નાખોરી છે''
શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે, "સરકાર પોલીસ તંત્રનો દુરુપયોગ કરી રહી છે, જે લોકશાહી માટે અત્યંત ખતરના સંકેતો આપે છે. રાજકોટના પીટી જાડેજા સામે પાસા જેવો કાયદો લાગુ કરવામાં આવ્યો અને હવે ડેડીયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે IPC કલમ 307 (હત્યાનો પ્રયાસ) હેઠળ ખોટો કેસ દાખલ કરાયો છે, તે પ્રક્રિયા તદ્દન રાજકીય કિન્નાખોરી કહેવાય"
''લોકશાહી માટે અત્યંત નુકસાનકારક''
તેમણે વધુમાં કહ્યું કે, "રાજકીય હિસાબ-કિતાબ માટે કાયદાનો દુરુપયોગ એક ખોટો પરંપરા બનતી જાય છે, જે એક લોકશાહી રાજ્ય માટે અત્યંત નુકસાનકારક છે. આવી ગંભીર કલમો દૂર કરવામાં આવે અને ચૈતર વસાવાને ન્યાય મળે તે માટે સરકારને હું સ્પષ્ટ વિનંતી કરું છું'' શંકરસિંહ વાઘેલાના આ નિવેદન બાદ વધુ એકવાર રાજકારણ ગરમાયું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now