Home Entertainment Shah Rukh Khan Jawan 2 South Villain Atlee Update

'Jawan 2' Updates : શાહરૂખ ખાન ફરી મચાવશે ધૂમ, સાઉથનો સુપરસ્ટાર બનશે વિલન

'Jawan 2' Updates
Published by: Vaishnavi Pathak
Last Updated: Apr 28, 2026, 02:53 AM IST

'કિંગ' ફિલ્મનું શૂટિંગ પૂરું થયા બાદ શરૂ થશે સીક્વલનું કામ, સ્ક્રિપ્ટ થઈ ગઈ છે લોક

બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની ફિલ્મ 'જવાન' એ 2023માં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. હવે આ મેગા બ્લોકબસ્ટર ફિલ્મની સીક્વલ એટલે કે 'જવાન 2' (Jawan 2) ને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ્સ અનુસાર, ડાયરેક્ટર એટલી અને શાહરૂખ ખાને આ ફિલ્મ માટે ફરી એકવાર હાથ મિલાવ્યા છે અને ફિલ્મની સ્ક્રિપ્ટ પર મહોર મારી દેવામાં આવી છે.

સાઉથનો કયો એક્ટર બનશે વિલન?

'જવાન' ના પહેલા ભાગમાં વિજય સેતુપતિએ વિલન તરીકે શાનદાર ભૂમિકા ભજવી હતી. હવે સીક્વલ માટે મેકર્સ કોઈ મોટા સાઉથ ઇન્ડિયન સુપરસ્ટારની શોધમાં છે. ચર્ચાઓ મુજબ, એટલી કોઈ 'A-lister' સાઉથ એક્ટરને કાસ્ટ કરવા માંગે છે જેથી ફિલ્મને પાન-ઇન્ડિયા સ્તરે વધુ મજબૂત બનાવી શકાય. જોકે, હજુ સુધી તે એક્ટરના નામની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

આ પણ વાંચો: ગંભીર દેખાતા આર્યન ખાનની આવી મસ્તી ક્યારેય નહીં જોઈ હોય! | બેસ્ટ ફ્રેન્ડના લગ્નમાં 'જૂતા ચુરાઈ' રસમમાં મચાવી ધૂમ | Offbeat Stories

ફિલ્મનું બજેટ અને કલેક્શન

'જવાન' ફિલ્મે વિશ્વભરમાં 1,100 કરોડથી વધુનું કલેક્શન કર્યું હતું. આ ફિલ્મ માટે શાહરૂખ ખાનને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે. હવે તેની સીક્વલને વધુ મોટા પાયે બનાવવાની તૈયારીઓ ચાલી રહી છે. હાલમાં શાહરૂખ ખાન તેની આગામી ફિલ્મ 'કિંગ' (King) ના કામમાં વ્યસ્ત છે, જે 24 December 2026 ના રોજ રિલીઝ થવાની શક્યતા છે. 'કિંગ' નું કામ પૂરું થયા બાદ જ 'જવાન 2' નું શૂટિંગ શરૂ કરવામાં આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now