Home Entertainment Aryan Khan Viral Video Shoe Stealing Game Friend Wedding

ગંભીર દેખાતા આર્યન ખાનની આવી મસ્તી ક્યારેય નહીં જોઈ હોય! : બેસ્ટ ફ્રેન્ડના લગ્નમાં 'જૂતા ચુરાઈ' રસમમાં મચાવી ધૂમ

Aryan Khan at his friend's wedding during the boot stealing ritual
Published by: Vaishnavi Pathak
Last Updated: Apr 24, 2026, 07:08 AM IST

મિત્રના લગ્નમાં આર્યન ખાનનો 'એક્શન મોડ', બૂટ બચાવવા માટે પડતા-પડતા બચ્યો

બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન અવારનવાર તેની ગંભીર છબી માટે જાણીતો છે, પરંતુ તાજેતરમાં તેનો એક અલગ જ અંદાજ સોશિયલ મીડિયા પર જોવા મળ્યો છે. આર્યન ખાન તેના ખાસ મિત્રના લગ્નમાં સામેલ થયો હતો, જ્યાં તેણે 'જૂતા ચુરાઈ' (બૂટ ચોરી) ની રસમમાં જે રીતે ભાગ લીધો તેનો વીડિયો અત્યારે ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

બૂટ બચાવવા માટે મચાવી 'યુદ્ધ' જેવી સ્થિતિ

વાયરલ વીડિયોમાં જોવા મળે છે કે આર્યન ખાન તેના બેસ્ટ ફ્રેન્ડ માહિર મહેતાના લગ્નમાં વરરાજાના બૂટ બચાવવાની જવાબદારી સંભાળી રહ્યો છે. આ રમત દરમિયાન કન્યા પક્ષના લોકો બૂટ ચોરવાનો પ્રયાસ કરે છે, ત્યારે આર્યન તેમને રોકવા માટે પૂરી તાકાત લગાવી દે છે. મસ્તી-મજાકની આ ખેંચતાણમાં આર્યન એક સમયે સંતુલન ગુમાવી દે છે અને પડતા-પડતા બચે છે, છતાં તે બૂટ છોડતો નથી.

આ પણ વાંચો: લાસ વેગાસમાં ચમકી ફિલ્મ 'રામાયણ' | જાણો ફિલ્મના ઓસ્કર કનેક્શન અને નવી વિગતો વિશે | Offbeat Stories

કેઝ્યુઅલ લુકમાં જોવા મળ્યો આર્યન

આ લગ્ન પ્રસંગે આર્યન ખાને કોઈ ભારેભરખમ કપડાંને બદલે બ્લુ જીન્સ, ટી-શર્ટ અને બ્રાઉન જેકેટ પહેર્યું હતું. તેના આ સિમ્પલ છતાં ડેશિંગ લુકની પણ ચર્ચા થઈ રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now