લાસ વેગાસમાં રણબીરની 'રામાયણ' નો જાદુ
નિતીશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી ફિલ્મ 'રામાયણ' (Ramayana) રિલીઝ પહેલા જ વિશ્વભરમાં ચર્ચાનો વિષય બની છે. તાજેતરમાં લાસ વેગાસમાં યોજાયેલા પ્રતિષ્ઠિત 'સિનેમાકોન 2026' (CinemaCon 2026) માં આ ફિલ્મનું ૨૦ મિનિટનું અત્યાર સુધીનું અદ્રશ્ય ફૂટેજ પસંદગીના મહેમાનોને બતાવવામાં આવ્યું હતું, જેનાથી હોલીવુડના જાણકારો પણ પ્રભાવિત થયા છે.
20 મિનિટના ફૂટેજે મચાવી ધૂમ
સિનેમાકોનમાં હાજર રહેલા એક પ્રતિષ્ઠિત યુટ્યુબરે જણાવ્યું કે તેણે ફિલ્મના જે દ્રશ્યો જોયા તે અદ્ભુત અને ભવ્ય છે. તેના મતે, 'રામાયણ' માત્ર ભારતની જ નહીં પણ આંતરરાષ્ટ્રીય સ્તરની એક શ્રેષ્ઠ ફિલ્મ સાબિત થશે. ફૂટેજમાં ફિલ્મની વિઝ્યુઅલ ઈફેક્ટ્સ (VFX) અને રણબીર કપૂરનો 'ભગવાન રામ' તરીકેનો અંદાજ ખૂબ જ પ્રશંસનીય હતો. એવી પણ ચર્ચા છે કે આ ફિલ્મ માટે 'ઓસ્કર' (Academy Awards) ના નોમિનેશન માટે પણ પ્રયાસો કરવામાં આવશે.
Warner Bros. સાથે મોટી ડીલની અટકળો
આ ઈવેન્ટ બાદ એવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે કે હોલીવુડની દિગ્ગજ કંપની Warner Bros. આ ફિલ્મના વૈશ્વિક વિતરણ (Global Distribution) માટે જોડાઈ શકે છે. જો આ ડીલ ફાઈનલ થાય છે, તો 'રામાયણ' અમેરિકામાં જ આશરે 4,500 થી વધુ સ્ક્રીન્સ પર રિલીઝ થઈ શકે છે. જોકે, હજુ સુધી મેકર્સ કે વોર્નર બ્રધર્સ દ્વારા આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. આ ફિલ્મ ભારતીય સંસ્કૃતિ અને હોલીવુડની ટેકનોલોજીનું મિશ્રણ બની રહેશે, જે ભારતીય સિનેમાને નવી ઉંચાઈ પર લઈ જશે.





