Home Gujarat Seven Days Of Rain Forecast In Gujarat

ગુજરાતમાં સાત દિવસ વરસાદની આગાહી : જાણો શું છે હવામાન વિભાગ અને અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી

ગુજરાતમાં સાત દિવસ વરસાદની આગાહી
Published by: OBS Bureau
Last Updated: Aug 12, 2025, 04:03 AM IST

હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં આગામી સાત દિવસ સાર્વત્રિક વરસાદી માહોલ રહેશે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી સામાન્ય વરસાદ વરસવાની સંભાવના છે, જ્યારે સપ્તાહના અંતે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં સાયક્લોનિક સર્ક્યુલેશનને કારણે ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. હાલ ગુજરાતમાં સરેરાશ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.

બીજી તરફ, હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 12 ઓગસ્ટ સુધી રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડશે અને કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ થઈ શકે છે. 17 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થશે, જેના કારણે મધ્યપ્રદેશના પૂર્વ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે.

તે જ રીતે, 26 થી 30 ઓગસ્ટ દરમિયાન પણ બંગાળના ઉપસાગરમાં બીજી મજબૂત સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે. આ સિસ્ટમથી મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થશે અને અતિભારે વરસાદને પગલે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now