Home International Setelite Nasa And India Launched Nisar Setelite Know What Is Nisar

NISAR હવે બનશે પૃથ્વી માટેનો અવકાશમય સંરક્ષક! : જાણો શું છે NISAR અને આ સેટેલાઈટ શું ઉપયોગી થશે?

NISAR હવે બનશે પૃથ્વી માટેનો અવકાશમય સંરક્ષક!
Published by: OBS Bureau
Last Updated: Jul 30, 2025, 10:43 AM IST

NISAR SANRAKSHAK: NISAR (નિસાર) નાસા અને ઇસરોના સાથોસાથ સહયોગનું મહાકાવ્ય છે, તે સેટેલાઈટ આજે અવકાશમાં પૃથ્વીની રક્ષાની સશક્ત પ્રતિજ્ઞા સાથે ઉડી રહ્યું છે. જેને બનાવવા ₹13,076 કરોડના ખર્ચ થયો હતો અને તે 743 કિલોમીટર ઊંચેથી સતત પૃથ્વી પર નજર રાખનાર ઉપગ્રહ હવે બનશે આપણું "આકાશમય તૃતીય નયન" એક એવી આંખ, જે દર 12 દિવસે પૃથ્વીની સપાટીનું સેન્ટિમીટરની ચોકસાઈ સાથે બે વખત માપન કરશે અને કુદરતની અજાણી પ્રવૃત્તિઓ પર નજર રાખશે.

આ સેટેલાઈટ શું કરશે?

પર્યાવરણીય સમસ્યાઓનો સાચી માહિતી આપશે અને આ સેટેલાઈટ ભૂકંપના ઈશારા, પૂરથી પૂર્વ ચેતવણી, જંગલમાં લાગેલી આગની તરત ઓળખ, બરફના પિઘળવાના સ્પષ્ટ આંકડા, અને તેલની ચીકટ પરત જેવી મહત્વની બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરશે.


વિજ્ઞાન માટે એક સાહસિક પગલું

આ પ્રોગ્રામે માનવતાની રક્ષા માટે એક વિશાળ છલાંગ લગાવી છે આ દિવસને ભારતમા ગર્વ આપનારો માનવામા આવે છે.


શું છે NISAR (નિસાર) નું પૂરું નામ?

NASA-ISRO Synthetic Aperture Radar

NISAR = વૈજ્ઞાનિક દ્રષ્ટિ + ટેક્નોલોજી + માનવ કલ્યાણ.

આ ઉપગ્રહ અમેરિકાની NASA અને ભારતની ISRO (ઈસરો) વચ્ચેની સહયોગથી બન્યો છે. વિશ્વનો પહેલો એવો ઉપગ્રહ છે જેમાં બે દેશોએ મળીને દ્વિ-આવૃત્તિ સિંથેટિક એપરેચર રાડાર (SAR) લગાવ્યો છે.


NISAR શું કામ કરે છે?

NISAR ઉપગ્રહ પૃથ્વી પરથી 743 કિ.મી. ઊંચાઈએ ઊડતો રહેશે

1. પૃથ્વી ની સપાટીનું માપન – દરેક 12 દિવસે બે વખત, સેંટિમીટરની ચોકસાઈ સાથે.

2. પ્રાકૃતિક આપત્તિઓની ઓળખ ભૂકંપ, પૂર, જંગલમાં આગ, બરફનું પિઘળવું વગેરે.

3. પર્યાવરણીય ફેરફારો પર નજર – વનવિસ્તારનું નુકશાન, જમીનની સરકાવટ, ખેતરમાં ફેરફાર વગેરે.


ઉપગ્રહનું વિશે વધુ માહિતી.

આ ઉપગ્રહનું વજન 2392 કિલોગ્રામ અને તેની ઉંચાઈ પૃથ્વીથી 743 કિ.મી. ઉપર છે. તે રાડાર L-Band (ISRO) + S-Band (NASA) વિવિધ ફ્રિક્વન્સી, સ્કેનિંગ ક્ષમતા અને પૃથ્વીની સંપૂર્ણ સપાટી, દરેક 12 દિવસે 2 વાર ઉપયોગ ભૌગોલિક ડેટા, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, સાયન્ટિફિક રિસર્ચમા ઉપયોગી થશે..


NISAR કેમ ખાસ છે?

પ્રથમ વખત ભારત અને અમેરિકાએ મળીને એકજ ઉપગ્રહ બનાવી અવકાશમાં મોકલ્યો છે આ "Synthetic Aperture Radar" દરેક હવામાનમાં કામ કરે છે. એટલે કે વરસાદ હોય ધૂંધ કે રાત હોવા છતાં NISAR આપણને સ્પષ્ટ ચિત્ર આપશે. NISAR વૈજ્ઞાનિકો, ખેડૂતો, નીતિ નિર્માતાઓ અને પ્રાકૃતિક આપત્તિ સંભાળનાર તંત્ર માટે પણ ઉપયોગી માહિતી આપશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
અબુ ધાબીમાં મિસાઈલ હુમલો
Play Video
ઈરાન-હિઝબુલ્લાહ બાદ હવે યમનની એન્ટ્રી
રશિયાનો મોટો નિર્ણય
ઈરાન-વેનેઝુએલા બાદ હવે ક્યુબાનો વારો?
Play Video
નેપાળમાં રાજકીય ભૂકંપ