Home Gujarat Serious Accident Near Vaishnav Devi Underpass

વૈષ્ણવ દેવી અન્ડરપાસ નજીક ગંભીર અકસ્માત : ડમ્પરના ટાયર નીચે કચડાયો યુવક, કમકમાટી ભર્યો બનાવ

વૈષ્ણવ દેવી અન્ડરપાસ નજીક ગંભીર અકસ્માત
Published by: OBS Bureau
Last Updated: Feb 02, 2026, 01:17 PM IST

અમદાવાદના વૈષ્ણવ દેવી અન્ડરપાસ પાસે સર્જાયેલા ગંભીર માર્ગ અકસ્માતમાં એક વ્યક્તિનું કરૂણ મોત નીપજ્યું છે. પ્રાથમિક માહિતી મુજબ આ અકસ્માત વૈષ્ણવ દેવી–ત્રાગડ એસપી રીંગ રોડ પર શાલીગ્રામ પાસે થયો હતો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

ત્રિપલ અકસ્માતમાં એકનું મોત

મળતી માહિતી અનુસાર પ્રથમ એક મોપેટ અને અજીતભાઈ તાંદેની મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માત બાદ અજીતભાઈ સંતુલન ગુમાવતા બાજુમાંથી પસાર થતી એક ડમ્પરના પાછળના ટાયરની અડફેટમાં આવી ગયા હતા. ડમ્પરના પાછળના ટાયરમાં ફસાઈ જતા અજીતભાઈને ગંભીર રીતે કચડી નાંખવામાં આવ્યા હતા.

કમકમાટી ભર્યા દ્રશ્યો

ડમ્પરના પાછળના ટાયરમાં કચડાતા અજીતભાઈ અંદાજે 100 મીટર જેટલા અંતર સુધી ઘસડાયા હતા, જેના કારણે તેમનું સ્થળ પર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતની ભયાનકતા જોઈને રસ્તા પરથી પસાર થતા લોકોના ટોળા ઘટના સ્થળે એકત્ર થઈ ગયા હતા. અકસ્માતની જાણ થતાં જ ટ્રાફિક પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ટ્રાફિક વ્યવસ્થાને સંભાળીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે અકસ્માત અંગે તપાસ શરૂ કરી છે અને ડમ્પર તથા અન્ય વાહનચાલકો અંગે જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now