Home Gujarat Serious Accident Near Janadi In Tharad

થરાદના જાણદી નજીક ગંભીર અકસ્માત : નંબર પ્લેટ વગરની બ્રેઝા ગાડીએ બાઈકને મારી ટક્કર, 2ના મોત

થરાદના જાણદી નજીક ગંભીર અકસ્માત
Published by: OBS Bureau
Last Updated: Feb 07, 2026, 02:39 PM IST

વાવ થરાદ જિલ્લાના થરાદ નજીક જાણદી ગામ પાસે ગંભીર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં થરાદ તાલુકાના પીલુડા ગામના બે યુવકોના ઘટના સ્થળે જ કરુણ મોત નિપજ્યા છે. જ્યારે એક અન્ય યુવકને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.

અકસ્માતમાં બેના મોત

મળતી માહિતી મુજબ, નંબર પ્લેટ વગરની બ્રેઝા કારના ડ્રાઇવરની બેદરકારીને કારણે આ અકસ્માત સર્જાયો હતો. બાઈક ઉપર સવાર ત્રણ યુવકોને કારએ હડફેટે લીધા હતા, જેમાં બે યુવકોના સ્થળ પર જ મોત થયા હતા. અકસ્માત બાદ વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી.

પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી

ઘટનાની જાણ થતાં થરાદ પોલીસ તરત જ સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. સમગ્ર મામલે થરાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. નંબર પ્લેટ વગર વાહન ચલાવવાની ગંભીર બેદરકારી સામે ફરી એકવાર સવાલો ઊભા થયા છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
સુરતના 22 વર્ષીય યુવકનું સ્વિમિંગ પૂલમાં મોત
ગુજરાતમાં AI ક્રાંતિને ગતિ
ગુજરાતમાં કાળઝાળ ગરમી વચ્ચે માવઠું
વડોદરાના નાગરવાડામાં હાઈવોલ્ટેજ ડ્રામા
SOU પ્રવાસીઓ માટે ખુશખબર