Home Gujarat Serious Accident In Makarpura Vadodara

વડોદરાના મકરપુરામાં અકસ્માતની ગંભીર ઘટના : નશામાં ધુત SRP જવાન કારચાલકે રિક્ષા,કાર, સ્કૂટરને અડફેટે લીધાં

વડોદરાના મકરપુરામાં અકસ્માતની ગંભીર ઘટના
Published by: OBS Bureau
Last Updated: Feb 25, 2026, 12:01 PM IST

વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં અકસ્માતની ઘટના સામે આવી છે. બરોડા ડેરી નજીક પ્રતાપનગર બ્રિજ પાસે એક કાર ચાલકે બેફામ રીતે વાહન હંકારી અકસ્માત સર્જ્યો હતો. પ્રાથમિક માહિતી મુજબ કાર ચાલકે પહેલા એક્ટિવા ચલાવતી મહિલાને અડફેટે લીધી હતી અને ત્યારબાદ એક રિક્ષાને ટક્કર મારી હતી. અકસ્માત બાદ કાર પાર્કિંગમાં ઉભેલી અન્ય કાર સાથે પણ અથડાઈ હતી.

SRP જવાન કારચાલકે રિક્ષા-કાર-સ્કૂટરને અડફેટે લીધાં

ઘટના સ્થળ પરથી મળેલી માહિતી અનુસાર કારની અંદર પોલીસની નેમ પ્લેટ મળી આવી હતી. સ્થાનિકોના આક્ષેપ મુજબ કાર ચાલક નશાની હાલતમાં હતો અને ગાડીમાં દેશી દારૂની બોટલ પણ જોવા મળી હતી. જોકે આ અંગેની સત્તાવાર પુષ્ટિ તપાસ બાદ થશે. અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલી એક્ટિવા ચાલક મહિલા અને રિક્ષા ચાલકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમની હાલત અંગે વધુ માહિતી મેળવવાની પ્રક્રિયા ચાલુ છે.

કાર ચાલકની અટકાયત

મકરપુરા પોલીસે ઘટના સ્થળે પહોંચી કાર ચાલકની અટકાયત કરી છે. પ્રાથમિક તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે કાર ચાલક પોલીસ કર્મચારી છે અને ઘટનાસમયે વર્દીમાં હતો. સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now