Stock Market Today: ભારતીય શેરબજારમાં આજે સપ્તાહના પ્રથમ દિવસે મિશ્ર વાતાવરણ જોવા મળી રહ્યું છે. વૈશ્વિક બજારોમાંથી પોઝિટિવ સંકેતો હોવા છતાં, ભારતીય સૂચકાંકો - સેન્સેક્સ અને નિફ્ટી - આજે સપાટ સ્તરે ખુલ્યા છે. બજારની શરૂઆતમાં સેન્સેક્સ 110 પોઈન્ટના ઘટાડા સાથે 78,383 પર અને નિફ્ટી 42 પોઈન્ટ ઘટીને 24,311 પર ટ્રેડ કરતા જોવા મળ્યા હતા. જોકે, બેન્કિંગ સેક્ટર અને પાવર સ્ટોક્સમાં આવેલી તેજીએ બજારને નીચે જતું અટકાવ્યું છે. ખાસ કરીને ICICI Bank અને SBI જેવા મોટા શેરોમાં ખરીદી જોવા મળી રહી છે.
બજારના નિષ્ણાતો માની રહ્યા છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત શાંતિ વાટાઘાટો અને કંપનીઓના ક્વાર્ટર-4 (Q4) ના પરિણામોની અસર બજાર પર સ્પષ્ટપણે દેખાઈ રહી છે. મિડકેપ અને સ્મોલકેપ ઇન્ડેક્સમાં અનુક્રમે 0.5% અને 0.2% નો ઉછાળો નોંધાયો છે, જે દર્શાવે છે કે રોકાણકારો નાના શેરોમાં વધુ રસ દાખવી રહ્યા છે. બીજી તરફ, માર્કેટ વોલેટિલિટી ઇન્ડેક્સ (India VIX) માં 6% નો વધારો થયો છે, જે બજારમાં વધતી જતી અસ્થિરતાનો સંકેત આપે છે.
પાવર અને PSU બેન્ક ઇન્ડેક્સમાં તેજીનો કરંટ
આજના ટ્રેડિંગ સત્રમાં BSE પાવર ઇન્ડેક્સ 0.5% વધ્યો છે, જેમાં BHEL 2.97% ના ઉછાળા સાથે ટોપ ગેનર રહ્યો છે. અદાણી પાવર અને ટોરેન્ટ પાવર જેવી કંપનીઓના શેરમાં પણ 2% થી વધુનો વધારો જોવા મળ્યો છે. આ ઉપરાંત, નિફ્ટી PSU બેન્ક ઇન્ડેક્સ 1% ઉપર છે, જેમાં SBI (2.07%) અને ઈન્ડિયન બેન્ક (1.26%) મુખ્ય ફાળો આપી રહ્યા છે.
બેન્કિંગ દિગ્ગજોના Q4 પરિણામો પર એક નજર
શનિવાર અને રવિવારે જાહેર થયેલા બેન્કોના પરિણામોની અસર આજે બજાર પર જોવા મળી રહી છે:
HDFC Bank: નફામાં 9.1% નો વધારો (રૂ. 19,221 કરોડ) થયો છે અને રૂ. 13 પ્રતિ શેર ડિવિડન્ડ જાહેર કર્યું છે.
ICICI Bank: નફો 8.5% વધીને રૂ. 13,701 કરોડ થયો છે, સાથે NPA માં પણ ઘટાડો નોંધાયો છે.
Yes Bank: બેન્કના નફામાં 44.7% નો જબરદસ્ત ઉછાળો જોવા મળ્યો છે, જે રોકાણકારો માટે સારા સમાચાર છે.
આ પણ વાંચો: પાકિસ્તાન-શ્રીલંકા કરતા ભારતમાં પેટ્રોલ કેટલું સસ્તું? : જાણો પેટ્રોલ-ડીઝલના આજના લેટેસ્ટ રેટ
કોર્પોરેટ જગતની મોટી હલચલ
Sterling and Wilson: કંપનીને રૂ. 3,550 કરોડના નવા ઓર્ડર મળતા શેરના ભાવમાં 5% ની અપર સર્કિટ જેવી તેજી જોવા મળી છે.
Mastek: નફામાં 31% નો વધારો થયો હોવા છતાં શેરમાં 2.6% નો ઘટાડો નોંધાયો છે.
Dredging Corp: ઇન્ડિયન ઓઇલ (IOCL) સાથે રૂ. 2,157 કરોડના કરાર બાદ શેરમાં 5.5% નો ઉછાળો આવ્યો છે.
Poonawalla Fincorp: કંપનીએ નેક્સ્ટ જનરેશન AI પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે, જોકે શેર અત્યારે 1.6% નીચે ટ્રેડ કરી રહ્યો છે.
આજના ટોપ ગેનર્સ અને લુઝર્સ
વધનારા શેરો (Gainers) | ઘટનારા શેરો (Losers) |
ICICI Bank | Jio Financial |
SBI | Bajaj Finance |
Trent | Bajaj Finserv |
Adani Enterprises | Bharat Electronics |
L&T | Bajaj Auto |





