Home Health-lifestyle Science Behind Right Handed People Human Brain Evolution

દુનિયામાં મોટા ભાગના લોકો Right-Handed કેમ હોય છે? : જાણો તેના પાછળનું રસપ્રદ વિજ્ઞાન

Right Handed People
Published by: Vishal Dave
Last Updated: May 25, 2026, 05:30 PM IST

લખવું હોય, ભોજન કરવું હોય, બોલ ફેંકવો હોય કે રોજિંદા નાના મોટા કામ કરવા હોય, દુનિયાના મોટા ભાગના લોકો જમણા હાથનો જ વધુ ઉપયોગ કરે છે. વૈજ્ઞાનિકો મુજબ વિશ્વની લગભગ 90 ટકા વસ્તી Right-Handed છે. વર્ષોથી વૈજ્ઞાનિકો એ સમજવાનો પ્રયાસ કરી રહ્યા હતા કે આખરે મોટાભાગના લોકોમાં જમણા હાથનો ઉપયોગ જ કેમ વધારે જોવા મળે છે. હવે એક નવી Researchમાં વૈજ્ઞાનિકોએ તેના પાછળનું મહત્વપૂર્ણ કારણ શોધ્યાનો દાવો કર્યો છે.

Oxford Universityની Researchમાં સામે આવ્યું રસપ્રદ કારણ

Oxford University અને University of Readingના વૈજ્ઞાનિકોએ આ મુદ્દે વિગતવાર અભ્યાસ કર્યો છે. આ Research જાણીતી વૈજ્ઞાનિક જર્નલ PLOS Biologyમાં પ્રકાશિત થઈ છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે માણસોમાં Right-Handed હોવાની ટેવ માત્ર સામાન્ય વર્તન નથી, પરંતુ તે માનવ વિકાસની લાંબી Evolution Process સાથે જોડાયેલી છે. Research અનુસાર માણસોના મગજનો વિકાસ અને બે પગ પર સીધું ચાલવાની ક્ષમતાએ જમણા હાથની પ્રાથમિકતા વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હોઈ શકે છે.

41 પ્રજાતિના Primates પર કરવામાં આવ્યો અભ્યાસ

આ Research દરમિયાન વૈજ્ઞાનિકોએ 41 અલગ અલગ Primates Speciesનો અભ્યાસ કર્યો હતો. તેમાં 2 હજારથી વધુ વાંદરો, Chimpanzees અને અન્ય Primatesના વર્તનનું વિશ્લેષણ કરવામાં આવ્યું. વૈજ્ઞાનિકો એ સમજવા માંગતા હતા કે હાથના ઉપયોગની આદત પાછળ કયા Biological અને Evolutionary કારણો જવાબદાર હોઈ શકે. Researchમાં એક રસપ્રદ બાબત સામે આવી કે મોટાભાગના વાંદરો અને અન્ય Primates કોઈ એક હાથ પર સંપૂર્ણ રીતે નિર્ભર નથી રહેતા. તેઓ બંને હાથનો લગભગ સમાન ઉપયોગ કરે છે. જ્યારે માણસોમાં જમણા હાથનો ઉપયોગ અન્ય Speciesની સરખામણીમાં ખૂબ વધારે જોવા મળ્યો.

Humansમાં કેમ વધારે મજબૂત છે Right-Handedness?

વૈજ્ઞાનિકોએ આ તફાવત સમજવા માટે “Mean Handedness Index”નો ઉપયોગ કર્યો હતો. આ Indexમાં માણસોનો સ્કોર 0.76 રહ્યો જ્યારે અન્ય Primatesનો સ્કોર લગભગ Zero નજીક જોવા મળ્યો. તેનો અર્થ એ થયો કે માણસોમાં Right-Handed હોવાની વૃત્તિ ઘણી વધારે મજબૂત છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ફક્ત ટેવ નહીં પરંતુ માનવ શરીર અને મગજના વિકાસ સાથે જોડાયેલું પરિણામ છે.

બે પગ પર ચાલવાનું શરૂ થતાં બદલાઈ ગયું બધું

Research અનુસાર શરૂઆતના સમયમાં માણસો પણ અન્ય Primatesની જેમ ચાર પગ પર ચાલતા હતા. પરંતુ Evolution દરમિયાન જ્યારે આદિમાનવ બે પગ પર સીધા ચાલવા લાગ્યા ત્યારે હાથોને શરીરનો ભાર સંભાળવાની ફરજમાંથી મુક્તિ મળી.

ત્યારબાદ હાથોનો ઉપયોગ:

  • સાધનો બનાવવામાં

  • વસ્તુઓ પકડવામાં

  • શિકાર અને રક્ષણમાં

  • જટિલ કામોમાં વધારે થવા લાગ્યો.

આ પ્રક્રિયાએ હાથના નિયંત્રણ અને Coordinationને વધુ મજબૂત બનાવ્યું. સમય જતાં મગજનો વિકાસ પણ વધ્યો અને ખાસ કરીને જમણા હાથની પ્રાથમિકતા વધુ મજબૂત બનતી ગઈ.

મગજ અને હાથ વચ્ચે શું છે કનેક્શન?

વૈજ્ઞાનિકો અનુસાર માણસના મગજનો Left Hemisphere શરીરના જમણા ભાગને નિયંત્રિત કરે છે.

મગજનો ડાબો ભાગ ખાસ કરીને:

  • ભાષા

  • લખાણ

  • શીખવાની પ્રક્રિયા

  • તાર્કિક વિચારશક્તિ જેવા કાર્યોમાં વધુ સક્રિય રહે છે.

આ કારણે જ શરીરના જમણા ભાગનો વધુ ઉપયોગ થવા લાગ્યો અને ધીમે ધીમે મોટા ભાગના લોકો Right-Handed બની ગયા.

છતાં 10 ટકા લોકો કેમ હોય છે Left-Handed?

વિશ્વની અંદાજે 10 ટકા વસ્તી આજે પણ Left-Handed છે. જોકે વૈજ્ઞાનિકો હજુ સુધી સંપૂર્ણ રીતે સમજી શક્યા નથી કે કેટલાક લોકોમાં ડાબા હાથની પ્રાથમિકતા કેમ જોવા મળે છે. નિષ્ણાતો માને છે કે તેમાં Genetics, Brain Development અને Environmental Factorsની પણ ભૂમિકા હોઈ શકે છે. ઘણા અભ્યાસોમાં એવું પણ જોવા મળ્યું છે કે Left-Handed લોકોમાં Creativity અને કેટલાક વિશેષ Cognitive Skills અલગ પ્રકારના હોઈ શકે છે, જોકે તે દરેક વ્યક્તિ માટે સમાન નથી હોતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now