દુનિયાભરમાં Eid al Adha એટલે કે બકરીઈદની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોમાં બકરાના બજારોમાં ભારે ભીડ જોવા મળે છે અને લોકો ઘરમાં અથવા ખુલ્લી જગ્યાએ કુરબાની કરતા જોવા મળે છે. પરંતુ અમેરિકામાં બકરીઈદ ઉજવવાની રીત ઘણી અલગ છે. ત્યાંના કડક કાયદા, જાહેર આરોગ્યના નિયમો અને Animal Welfare Policiesને કારણે મુસ્લિમ સમુદાયને કુરબાની માટે અલગ વ્યવસ્થાનો સહારો લેવો પડે છે. ઘણા લોકોના મનમાં એવો પ્રશ્ન હોય છે કે શું અમેરિકા માં પણ લોકો ઘરમાં બકરાની કુરબાની કરે છે? તેનો જવાબ થોડો અલગ છે.
અમેરિકામાં ઘરમાં કુરબાની પર છે કડક નિયમો
સંયુક્ત રાજ્ય અમેરિકા માં સામાન્ય રીતે રહેણાંક વિસ્તારમાં અથવા ઘરના બેકયાર્ડમાં બકરા કે અન્ય પશુની ખુલ્લેઆમ કુરબાની કરવાની મંજૂરી નથી. અનેક શહેરોમાં Public Health, Sanitation અને Animal Welfare સંબંધિત કાયદા ખૂબ કડક છે. આ કારણસર મોટાભાગના મુસ્લિમ પરિવારો ઘરમાં કુરબાની કરતા નથી. જો કોઈ વ્યક્તિ નિયમોનું ઉલ્લંઘન કરે તો તેને દંડ અથવા કાનૂની કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે. અમેરિકા માં ધાર્મિક સ્વતંત્રતા હોવા છતાં જાહેર આરોગ્ય અને સુરક્ષા સંબંધિત નિયમોનું પાલન ફરજિયાત ગણવામાં આવે છે.
Licensed Halal Slaughterhouseમાં થાય છે કુરબાની
અમેરિકામાં મોટાભાગના મુસ્લિમો Eid al Adha પહેલાં Licensed Halal Slaughterhouse અથવા Farmsમાં પશુની Advance Booking કરાવે છે. ઈદના દિવસે નમાજ બાદ પરિવાર ત્યાં પહોંચે છે અથવા ટ્રેન્ડ Halal Butcherને ઇસ્લામિક રીત મુજબ કુરબાની કરવાની જવાબદારી સોંપે છે. આ વ્યવસ્થાથી ધાર્મિક પરંપરા પણ જળવાઈ રહે છે અને અમેરિકાના કાયદાનું પણ પાલન થાય છે. ખાસ કરીને ન્યૂયોર્ક, ટેક્સાસ, શિકાગો અને કેલિફોર્નિયા જેવા વિસ્તારોમાં Eid દરમિયાન Halal Slaughterhousesમાં ભારે ભીડ જોવા મળે છે. ઘણા સ્થળોએ સ્થાનિક પ્રશાસન પણ Eid દરમિયાન ખાસ માર્ગદર્શિકા જાહેર કરે છે જેથી કોઈ કાયદાકીય સમસ્યા ઊભી ન થાય.
Online Qurbani હવે બની રહી છે લોકપ્રિય
છેલ્લાં કેટલાક વર્ષોમાં અમેરિકામાં રહેતા મુસ્લિમો વચ્ચે Online Qurbaniનો ટ્રેન્ડ ઝડપથી વધી રહ્યો છે. ઘણા લોકો હવે સ્થાનિક સ્તરે પશુ ખરીદીને કુરબાની કરાવવા કરતાં Charity Organisations મારફતે અન્ય દેશોમાં કુરબાની કરાવવાનું પસંદ કરે છે. Islamic Relief, Muslim Aid અને અન્ય ઇસ્લામિક સંસ્થાઓ દ્વારા લોકો ઓનલાઈન Donation કરે છે. ત્યારબાદ આ સંસ્થાઓ ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને આફ્રિકાના ગરીબ વિસ્તારોમાં પશુની કુરબાની કરાવી તેનું માંસ જરૂરિયાતમંદ પરિવારોમાં વહેંચે છે. ઘણા મુસ્લિમો માને છે કે આ રીતે તેમની ધાર્મિક ફરજ પણ પૂર્ણ થાય છે અને ગરીબ લોકોને મદદ પણ મળે છે.
ઘણા લોકો સીધું Halal Meat ખરીદે છે
અમેરિકામાં રહેતા કેટલાક મુસ્લિમ પરિવારો પોતે કુરબાનીની પ્રક્રિયામાં સામેલ થવાને બદલે સ્થાનિક Halal Meat Shopsમાંથી તૈયાર Halal Meat ખરીદે છે.
ઈદની નમાજ બાદ પરિવાર ભેગો થઈને ભોજન કરે છે અને પછી તેનું થોડું માંસ સગા-સંબંધીઓ, મિત્રો અને જરૂરિયાતમંદ લોકોમાં વહેંચે છે. ખાસ કરીને શહેરોમાં રહેતા વ્યસ્ત પરિવારો માટે આ રીત વધુ સરળ માનવામાં આવે છે.
અમેરિકામાં ક્યાં પડે છે ઈદની નમાજ?
અમેરિકા માં Eid al Adha કોઈ National Public Holiday નથી. તેથી મોટા ભાગના મુસ્લિમોને કામ અથવા સ્કૂલમાંથી ખાસ રજા લેવી પડે છે. મોટા શહેરોમાં મસ્જિદોમાં ભારે ભીડ થતી હોવાથી Eid Prayers ઘણી વખત Football Stadiums, Convention Centers, Community Grounds અને Public Parksમાં યોજાય છે. ન્યૂયોર્ક, હ્યુસ્ટન અને લોસ એન્જેલસ જેવા શહેરોમાં હજારો મુસ્લિમો એકસાથે ઈદની નમાજ અદા કરતા જોવા મળે છે. ઈદની નમાજ બાદ લોકો એકબીજાને શુભેચ્છા પાઠવે છે અને Community Gatheringsનું આયોજન પણ કરવામાં આવે છે.
અમેરિકામાં Eid માત્ર તહેવાર નહીં, Community Celebration પણ
અમેરિકામાં બકરીઈદ માત્ર ધાર્મિક ઉજવણી પૂરતી સીમિત નથી રહેતી. ઘણા વિસ્તારોમાં મુસ્લિમ સમુદાય દ્વારા Community Lunch, Charity Drives અને Family Eventsનું આયોજન થાય છે.
બાળકો માટે ખાસ કાર્યક્રમો રાખવામાં આવે છે અને ઘણા લોકો પોતાના પડોશીઓ તથા અન્ય સમુદાયના લોકોને પણ ઈદની શુભેચ્છા સાથે ભોજન માટે આમંત્રિત કરે છે. આ કારણે અમેરિકામાં Eid al Adha સામાજિક એકતા અને Community Bondingનો પણ મહત્વપૂર્ણ તહેવાર માનવામાં આવે છે.





