Home Business Sbi Employees Two Day Strike May 2026 Gujarati

SBIના કર્મચારીઓ કરશે હડતાળ : બેંકિંગ સેવાઓ થઈ શકે છે ઠપ્પ! જાણો કેમ આટલો આક્રોશ

SBI
Published by: Suman Dabhi
Last Updated: May 08, 2026, 06:43 AM IST

SBI Employees Strike 2026: State Bank of India (SBI)ના કર્મચારીઓએ 25 અને 26 મે, 2026ના રોજ દેશવ્યાપી બે દિવસની હડતાળની જાહેરાત કરી છે. ઓલ ઈન્ડિયા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા સ્ટાફ ફેડરેશન (AISBISF) દ્વારા આ હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. કાર્યકર્તાઓ મુખ્યત્વે સ્ટાફની અછત, આઉટસોર્સિંગ, પેન્શન સંબંધિત મુદ્દાઓ અને કાર્યસ્થળની સ્થિતિ જેવા વિવિધ મુદ્દાઓને લઈને વિરોધ કરી રહ્યા છે.

મુખ્ય માંગણીઓ

મેસેન્જર અને આર્મ્ડ ગાર્ડ્સની ભરતી.

પર્યાપ્ત સ્ટાફની નિમણૂક અને સ્થાયી કામોમાં આઉટસોર્સિંગ બંધ કરવું.

નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ પેન્શન ફંડ મેનેજરમાં ફેરફારનો વિકલ્પ.

2019 પછી જોડાયેલા કર્મચારીઓ માટે ઇન્ટર-સર્કલ ટ્રાન્સફર.

કારકિર્દી પ્રગતિ યોજનાની સમીક્ષા, તબીબી રિઇમ્બર્સમેન્ટમાં સુધારો.

HRMS સમસ્યાઓનું નિરાકરણ અને વેતન વિસંગતતાઓ દૂર કરવી.

ક્રોસ-સેલિંગના નામે મિસ-સેલિંગ રોકવું.

ફેડરેશને કહ્યું છે કે છેલ્લા ત્રણ દાયકાથી મેસેન્જર્સની ભરતી બંધ છે, જેનાથી ગરીબ અને અનુસૂચિત વર્ગોને તકો મળતી નથી. તાજેતરમાં સુરત બ્રાન્ચમાં થયેલી લૂંટનો ઉલ્લેખ કરીને સુરક્ષા કર્મીઓની અછતને મોટી સમસ્યા ગણાવી છે.

આ પણ વાંચો: અદાણી ગ્રુપનો માસ્ટરપ્લાન : બે નવી કંપનીઓ લોન્ચ કરીને બિઝનેસ જગતમાં મચાવ્યો ખળભળાટ, જાણો રોકાણકારો પર શું થશે અસર

બેંકિંગ સેવાઓ પર અસર

હડતાળને કારણે SBIની તમામ બ્રાન્ચોમાં કામકાજ પર અસર પડવાની સંભાવના છે. ગ્રાહકોને રોકડ નિકાસી, ડિપોઝિટ, લોન અને અન્ય સેવાઓમાં અડચણો આવી શકે છે. જોકે, ડિજિટલ સેવાઓ (એપ, નેટ બેન્કિંગ) પર અસર ઓછી રહેવાની ધારણા છે. બેંક તરફથી હજુ સુધી સત્તાવાર નિવેદન આવ્યું નથી. જો ૨૫ કે 26 મેને રજા હોય તો હડતાળ 27 મેના રોજ થશે.

હડતાળ પહેલાં લંચ અવર ડેમો, સોશિયલ મીડિયા કેમ્પેન, ધરણા અને વિત્તમંત્રી તથા વડાપ્રધાનને મેમોરેન્ડમ આપવાના કાર્યક્રમો યોજાશે. આ હડતાળ કર્મચારીઓના અધિકારો અને કાર્યસ્થળની સુરક્ષા માટે મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now