Home International Saying I Love You Is Not Considered Sexual Abuse

I LOVE YOU કહેવું જાતીય શોષણ નહીં ગણાય : બોમ્બે હાઈકોર્ટનો મોટો ચુકાદો

I LOVE YOU કહેવું જાતીય શોષણ નહીં ગણાય
Published by: OBS Bureau
Last Updated: Jul 01, 2025, 03:38 PM IST

બોમ્બે હાઇકોર્ટની નાગપુર બેન્ચે એક મહત્વપૂર્ણ ચુકાદો આપતા 35 વર્ષીય વ્યક્તિને જાતીય સતામણીના કેસમાંથી નિર્દોષ જાહેર કર્યો છે. 2015માં નાબાલિકાને "આઈ લવ યુ" કહેનાર આરોપી વિરુદ્ધ ચાલતી કાર્યવાહી પર અંતિમ ચુકાદો આપતાં હાઇકોર્ટે કહ્યું કે પ્રેમ વ્યક્ત કરવું જાતીય શોષણના સમાન નથી.

કેસ શું હતો?
2015માં નાગપુરના એક રસ્તે એક 35 વર્ષના પુરુષે 17 વર્ષની સગીરાને “આઈ લવ યુ” કહ્યું હતું અને તેનું હાથ પકડ્યું હતું. ઘટના બાદ યુવતીએ ઘરે જઈ પિતાને જાણ કરી હતી અને આરોપી વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. 2017માં સેશન્સ કોર્ટે તેને પોક્સો એક્ટ હેઠળ દોષિત ઠેરવી ત્રણ વર્ષની જેલ સજા ફટકારી હતી.

હાઇકોર્ટમાં શું થયું?
કેસની પુનસમીક્ષા કરતા બોમ્બે હાઇકોર્ટના ન્યાયમૂર્તિ ઉર્મિલા જોશી-ફાળકેની પીઠે જણાવ્યું કે:

"‘આઈ લવ યુ’ એક ભાવનાત્મક અભિવ્યક્તિ છે, જે જાતીય ઇરાદાનો પુરાવો ન ગણાય. માત્ર આ શબ્દો કહી દેવાથી કોઈ વ્યક્તિ પોક્સો હેઠળ દોષિત ઠરાવી શકાય નહીં."

કોર્ટના મતે આરોપી તરફથી અનુચિત સ્પર્શ, બળજબરી કે શારીરિક હિંસા જેવા કોઇ પુરાવા મળ્યા ન હતા, જે ‘જાતીય હેતુ’ને સ્પષ્ટ કરે.

પીડિતાનું વર્ણન અને બચાવ પક્ષની દલીલ
ફરિયાદી તરફથી દલીલ આપવામાં આવી કે આરોપીએ યુવતીના હાથ પકડ્યા બાદ તેનું નામ પૂછ્યું અને પ્રેમનો ઈઝહાર કર્યો, જેને કારણે યુવતી ડરી ગઈ અને ભાગી ગઈ. બચાવ પક્ષે દલીલ કરી હતી કે આ ઘટનામાં કોઈ જાતીય હેતુનો પુરાવો નથી અને આરોપીએ માત્ર લાગણીઓ વ્યક્ત કરી હતી.

કોર્ટનો અંતિમ આદેશ
હાઇકોર્ટે 30 જૂનના રોજ પોતાનું નિર્ણય જાહેર કરતાં કહ્યું કે:

“જો કોઈ વ્યક્તિ પોતાની લાગણીઓ વ્યક્ત કરે છે, તો તેને જાતીય હેરેસમેન્ટ તરીકે ન જોઈ શકાય. આવા કિસ્સામાં દુષ્ટ ઇરાદો કે કાયદેસર પુરાવા જરૂરી છે.”

શું છે પોક્સો કાયદો?
POCSO એક્ટ (Protection of Children from Sexual Offences Act) હેઠળ 18 વર્ષથી નીચેના બાળક સાથે કોઈ પણ જાતની જાતીય હિંસા કે હેરેસમેન્ટ દંડનીય ગુનો ગણાય છે. જો કે, કાયદામાં ‘જાતીય હેતુ’ના સ્પષ્ટ પુરાવાની શરત છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
યુદ્ધ વચ્ચે US માં' No Kings Protest'
ટ્રમ્પની મોટી વ્યૂહરચના?
ઇરાન-અમેરિકા યુદ્ધમાં નવો વળાંક?
PM મોદીએ સાઉદીના ક્રાઉન પ્રિન્સ સાથે કરી વાત
યુદ્ધ વચ્ચે રાહતના સમાચાર