Additional discount of ₹95,000 on a car worth ₹5.76 lakh: જો તમે તમારા પરિવાર માટે સસ્તી 7-સીટર કાર શોધી રહ્યા છો. તો દેશની સૌથી સસ્તી 7-સીટર MPV, Renault Triber, ડિસેમ્બર 2025 માં એક શાનદાર ડિસ્કાઉન્ટ આપી રહ્યું છે. Renault એ વર્ષના છેલ્લા મહિનામાં Triber પર ₹95,000 સુધીની ઑફર્સની જાહેરાત કરી છે, જે તેને ખરીદવા માટે વધુ ફાયદાકારક બનાવે છે. જાણો આ ડિસ્કાઉન્ટ ઑફરની સંપૂર્ણ માહિતી.
પ્રી-ફેસલિફ્ટ મોડલ્સ પર ₹95,000 ડિસ્કાઉન્ટ
કંપની જૂના (Pre-Facelift) MY2025 Renault Triber પર સૌથી વધુ બેનિફિટ આપી રહી છે, જે ₹95,000 સુધી પહોંચે છે. કેટલીક ડીલરશીપ પાસે હજુ પણ Pre-Facelift MY2025 Renault Triber નો સ્ટોક છે, તેથી જ કંપની આ યુનિટ્સ પર સૌથી વધુ ડિસ્કાઉન્ટ ઓફર કરી રહી છે. કંપની કુલ ₹95,000 સુધીના લાભો ઓફર કરી રહી છે. આ બેનિફિટ્સમાં સામાન્ય રીતે કેશ ડિસ્કાઉન્ટ, એક્સચેન્જ બોનસ, કોર્પોરેટ/ગ્રામીણ યોજનાઓ અને ડીલર-લેવલની ઑફર્સનો સમાવેશ થાય છે. આ ઑફર એવા ગ્રાહકો માટે ખૂબ જ આકર્ષક છે જેઓ બજેટમાં ફેમિલી 7-સીટર કાર ખરીદવા ઈચ્છે છે.
અપડેટેડ Renault Triber Facelift પર ₹80,000 સુધીની બચત
કંપની અપડેટેડ Renault Triber Facelift પર ₹80,000 સુધીનું ડિસ્કાઉન્ટ આપી રહી છે. નવું અપડેટેડ મોડલ ઑફર્સ સાથે પણ ઉપલબ્ધ છે, પરંતુ ડિસ્કાઉન્ટ થોડું ઓછું છે, જે ₹80,000 સુધી પહોંચે છે. આ લાભ શહેર અને વેરિઅન્ટના આધારે બદલાઈ શકે છે. નવું મોડલ સુધારેલ ફીચર્સ, અપડેટેડ સ્ટાઇલ અને સેફટી અપગ્રેડ સાથે આવે છે. જો તમને નવા લુકવાળી Triber માં રસ હોય, તો આ બચત ખૂબ આકર્ષક છે.
Triber ઇન્ડિયાનું શ્રેષ્ઠ બજેટ 7-સીટર કેમ છે?
Renault Triber 7-સીટર ઓપ્શન સૌથી ઓછી કિંમતે ફલેકસીબલ સિટિંગ એરેન્જમેન્ટ અને પૂરતી બૂટ સ્પેસ આપે છે. તેમાં 1.0-લિટર એન્જિન છે જે ઓછા મેઇન્ટેનન્સ ખર્ચ સાથે આવે છે. આ કાર ફેમિલી અને કોમરસીયલ બંને ઉપયોગ માટે શ્રેષ્ઠ છે. Triber હંમેશાથી તેના વેલ્યુ-ફોર-મનીના માટે જાણીતી છે અને હવે આ ઑફર્સ સાથે, ડીલ વધુ સારી બને છે.





















