Home Gujarat Saurashtra Leuva Patel Community Leaders Meet Cm

'ગામડામાં રહેતી દીકરીઓને મુસ્લિમ યુવાનો ભરમાવે છે' : સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના આગેવાનોની CM સાથે મુલાકાત

'ગામડામાં રહેતી દીકરીઓને મુસ્લિમ યુવાનો ભરમાવે છે'
Play Video
Published by: OBS Bureau
Last Updated: Dec 17, 2025, 04:42 AM IST

Saurashtra Leuva Patel community : સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજના આગેવાનો દ્વારા ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી હતી. આ અંગે વલ્લભ કાકડિયાએ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, 'ગામડાં વિસ્તારોમાં રહેતી દીકરીઓને મુસ્લિમ યુવાનો દ્વારા ભરમાવવામાં આવી રહી છે અને તેમને ફસાવી લગ્ન કરવામાં આવે છે, જેના કારણે પરિવાર અને સમાજમાં ગંભીર સમસ્યાઓ ઊભી થાય છે'.

'ખોટી વાતો કરીને લગ્ન કરવામાં આવે છે'

વલ્લભ કાકડિયાએ જણાવ્યું કે, 'ઘણી વખત દીકરીઓને લલચાવી અથવા ખોટી વાતો કરીને લગ્ન કરવામાં આવે છે અને બાદમાં તેઓ મુશ્કેલીમાં ફસાઈ જાય છે'. તેમણે કહ્યું કે, 'લગ્ન પહેલા માતા-પિતાની સહમતી લેવી ફરજિયાત બનાવવી ખૂબ જરૂરી છે. મા બાપની સંમતિ વગર કોઈપણ લગ્ન ન થાય તેવો કાયદો સરકાર દ્વારા બનાવવામાં આવવો જોઈએ તેવી માંગ કરી છે'.

'સરકાર સમાજની ચિંતા સમજીને જરૂરી કાયદાકીય પગલાં લેશે'

આ મુદ્દે આજે સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ દ્વારા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીને લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. વલ્લભ કાકડિયાના જણાવ્યા અનુસાર, સરકાર તરફથી આ મુદ્દે યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપવામાં આવી છે. તેમણે આશા વ્યક્ત કરી કે સરકાર સમાજની ચિંતા સમજીને જરૂરી કાયદાકીય પગલાં લેશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now