Home International Saudi Arabia Snowfall Tabuk Climate Change Reason Analysis

સાઉદી અરેબિયાના રણમાં હિમવર્ષા પાછળનું કારણ શું? : જાણો કુદરતના આ ફેરફાર પાછળનું વિજ્ઞાન

સાઉદી અરેબિયાના રણમાં હિમવર્ષા પાછળનું કારણ શું?
Published by: OBS Bureau
Last Updated: Dec 25, 2025, 05:00 PM IST

તાજેતરમાં સાઉદી અરેબિયામાં કુદરતનો એક એવો ચમત્કાર જોવા મળ્યો જેણે સમગ્ર વિશ્વને ચોંકાવી દીધું છે. રેતીના ગરમ રણ માટે જાણીતા આ દેશમાં આકાશમાંથી બરફ પડવા લાગ્યો અને સોનેરી રેતી પર સફેદ બરફની ચાદર પથરાઈ ગઈ. સોશિયલ મીડિયા પર જ્યારે આ દ્રશ્યો વાયરલ થયા ત્યારે શરૂઆતમાં લોકોને લાગ્યું કે આ તસવીરો AI (Artificial Intelligence) દ્વારા બનાવવામાં આવી હશે, પરંતુ જ્યારે હવામાન વિભાગે તેની પુષ્ટિ કરી ત્યારે લોકો આશ્ચર્યચકિત થઈ ગયા.

તબુક અને ટ્રોજેના પહાડોમાં જામ્યો બરફ

આ અનોખી હિમવર્ષા સાઉદી અરેબિયાના ઉત્તરીય વિસ્તાર તબુક અને ટ્રોજેનાના પહાડી વિસ્તારોમાં જોવા મળી હતી. આ દ્રશ્યો જોઈને એવું લાગતું હતું કે જાણે કોઈ હિલ સ્ટેશન હોય. ભારે હિમવર્ષાને કારણે આ વિસ્તારમાં તાપમાન ગગડીને 4 Degree Celsius સુધી પહોંચી ગયું હતું. સાઉદી અરેબિયાના નેશનલ સેન્ટર ઓફ મેટરોલોજી (NCM) એ અગાઉથી જ ઉત્તરીય ભાગોમાં હિમવર્ષાની શક્યતા વ્યક્ત કરી લોકોને સાવચેત રહેવા અપીલ કરી હતી.

શા માટે રણપ્રદેશમાં પડી રહ્યો છે બરફ?

સામાન્ય રીતે જ્યાં ઉનાળામાં તાપમાન 45 થી 50 Degree Celsius રહેતું હોય ત્યાં બરફ પડવો એ અચરજની વાત છે. આ પાછળનું એક ભૌગોલિક કારણ એ છે કે તબુક વિસ્તાર સમુદ્ર સપાટીથી અંદાજે 26,000 મીટરથી વધુની ઊંચાઈ પર આવેલો છે. ઊંચાઈને કારણે અહીં શિયાળામાં ભારે ઠંડી પડે છે. અગાઉ 2024 માં પણ જબલ અલ-લોઝની પહાડીઓ પર બરફ પડ્યો હતો.

ક્લાયમેટ ચેન્જ અને હવામાન વૈજ્ઞાનિકોનો મત

હવામાન વૈજ્ઞાનિકોના મતે સાઉદી અરેબિયામાં વારંવાર થતી હિમવર્ષા પાછળનું મુખ્ય કારણ Climate Change છે. વૈશ્વિક સ્તરે થઈ રહેલા પર્યાવરણીય ફેરફારોને કારણે રણપ્રદેશના હવામાનમાં પણ ગંભીર પલટા આવી રહ્યા છે. સાઉદી હવામાન વિભાગના પ્રવક્તા હુસૈન અલ-કહતાનીના જણાવ્યા અનુસાર, ઉત્તરી સાઉદીમાં ફૂંકાયેલા અત્યંત ઠંડા પવનો જ્યારે વરસાદી વાદળો સાથે અથડાયા ત્યારે તે કરા અને બરફના સ્વરૂપમાં જમીન પર પડ્યા હતા. આ ઘટના પર્યાવરણ પ્રેમીઓ માટે ચિંતાનો વિષય પણ બની રહી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now