Home International Saudi Arabia Luxury Train Project Dream Of The Desert Unveiled

ભારતમાં પેલેસ ઓન વ્હીલ્સ : તો હવે સાઉદીમાં બની રહી છે ડ્રીમ ઓફ ધ ડેઝર્ટ

ભારતમાં પેલેસ ઓન વ્હીલ્સ
Published by: OBS Bureau
Last Updated: Feb 11, 2025, 05:00 AM IST

સાઉદી અરેબિયા હવે ટૂંક સમયમાં દેશના પ્રવાસનને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે મીડલ ઈસ્ટમાં પહેલી લક્ઝુયરિયસ ટ્રેન 'ડ્રીમ ઓફ ધ ડેઝર્ટ' શરૂ કરશે. સાઉદી અરેબિયાની ડ્રીમ ઓફ ધ ડેઝર્ટ લક્ઝરી ટ્રેન 2026ના અંત સુધીમાં શરૂ થઈ જશે જેમા મુસાફરી કરીને રણના સુંદર દ્રશ્યો નિહાળી શકાશે.

ટ્રેન તેની 1,300 કિલોમીટરની મુસાફરી રિયાધથી શરૂ કરશે અને જોર્ડનની સરહદ નજીક અલ-કુરયાત સુધી ઉત્તરમાં મુસાફરી કરશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એકથી બે દિવસની વૈભવી સફર અલ-કાસિમ, હેલ અને અલ-જોફના સુંદર નાજાર જોવા મળશે. તે કિંગ સલમાન બિન અબ્દુલઅઝીઝ નેચર રિઝર્વમાંથી પણ પસાર થશે.

ઈટાલિયન કંપનીએ ટ્રેન કરી તૈયાર

ઈટાલિયન હોસ્પિટાલિટી કંપની આર્સેનલ ગ્રુપ દ્વારા બનાવવામાં આવેલી આ લક્ઝરી ટ્રેન સાઉદી અરેબિયન રેલવે દ્વારા શરૂ કરવામાં આવશે. આ ટ્રેનમાં 14 કોચ અને 34 લક્ઝરી સ્વીટ હશે. ટ્રેનના આંતરિક ભાગની પ્રથમ ઝલક, જેમાં ગોલ્ડલ રૂફ, ટાઈલ-ફ્રન્ટ બાર, વેલ્વેટ બેંક્વેટ અને સાઉદી અરેબિયાની પરંપરાઓની ઝલખ જોવા મળશે. તે લેબનોનના આર્કિટેક્ટ એલેન અસર ડી 'અમ્માન દ્વારા ડિઝાઇન કરવામાં આવ્યું છે.



સાઉદીના પરિવહન મંત્રીએ ટ્રેન વિશે શું કહ્યું?

H.E.એન્જી. સાઉદી અરેબિયાના પરિવહન અને લોજિસ્ટિક્સ સેવાઓના મંત્રી અને એસએઆરના અધ્યક્ષ સાલેહ બિન નાસેર અલ-જાસરે આ પ્રોજેક્ટના રણનીતિક મહત્વ પર ભાર મૂક્યો છે. "રાષ્ટ્રીય પરિવહન અને લોજિસ્ટિક્સ વ્યૂહરચનાનો ઉદ્દેશ એક સંકલિત પરિવહન નેટવર્ક વિકસાવવાનો છે જે વૈશ્વિક લોજિસ્ટિક્સ હબ તરીકે સાઉદી અરેબિયાની સ્થિતિને મજબૂત બનાવશે", તેમણે કહ્યું.

"ડ્રીમ ઓફ ધ ડેઝર્ટ ટ્રેન એ આપણા વિઝનની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. લક્ઝરી ટ્રેન પ્રોજેક્ટ વિશ્વ કક્ષાની સુવિધાઓ ઊભી કરવાની રાજ્યની મહત્વાકાંક્ષી પહેલને પણ પ્રતિબિંબિત કરે છે. તે સાઉદી અરેબિયાને એક અગ્રણી વૈશ્વિક પ્રવાસન સ્થળ તરીકે પણ ઓળખે છે. આ ટ્રેન વૈભવી, નવીનતા સાથે સાંસ્કૃતિક પ્રામાણિકતાને એકસાથે લાવે છે, જેનાથી રેલ મુસાફરીમાં એક નવું ધોરણ સ્થાપિત થાય છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now