Home Gujarat Sant Samelan Vadodara Akhil Bharatiy Samiti Gujarat Religious Offbeatstories

વડોદરામાં અખિલ ભારતીય સંત-સંમેલન : સ્વામિનારાય અને વક્ફ જેવા વિષયો પર કરાઈ ચર્ચાં

વડોદરામાં અખિલ ભારતીય સંત-સંમેલન
Published by: OBS Bureau
Last Updated: Apr 08, 2025, 03:08 PM IST

વડોદરા શહેરમાં આજ રોજ અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા ઇસ્કોન મંદિર ખાતે સંત સંગોષ્ઠીનું આયોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંત સંગોષ્ઠી બેઠક અખિલ ભારતીય સંત સમિતિનાં અધ્યક્ષ કુબેરાચાર્ય અવિચલદેવાચાર્યજીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં ગુજરાત અને દેશભરના સંતો બેઠકમાં જોડાયા હતા. આ બેઠકમાં વકફ બોર્ડ સ્વામિનારાયણ સંપ્રદાય સહિતનાં વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી.


અખિલ ભારતીય સંત સમિતિનાં અધ્યક્ષ અવિચલદેવાચાર્યએ જાણવ્યું હતું કે, વકફ બિલ પાસ થવા પર સરકારને અભિનંદન પાઠવવા માટે આ સભા યોજાઈ છે. દિલ્હીમાં વિધર્મીઓએ મોટું આંદોલન કર્યું હતું. આ બિલથી ગરીબ મુસ્લિમને સહાય મળશે આખા દેશની હિન્દૂ સંસ્થાઓ સરકારને ટેક્સ આપે છે. સરકારની સંપત્તિમાં 25 ટકાનો ફાળો પણ રહેલો છે. વકફ બોર્ડ સરકારને એક કરોડ પણ ટેક્સ નથી આપતાં તો કેટલાક મુસ્લિમ સમાજની ઠેકેદારી લઈને ફરતા હતા. તેમનાં દ્વારા મુસલમાનોને ભડકાવમાં આવતાં હતા. પરંતુ મોટા ભાગના મુસ્લિમો જ વક્ફ બોર્ડનાં વિરોધમાં હતા. પરંતુ કેટલાક રાજકીય નેતાઓને ધર્મ જાતિ અને ભાષા પર રાજકીય રોટલા શેકવા હોય છે. 

અમદાવાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજએ જાણાવ્યું હતું કે, સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોએ આવું ન કરવું જોઈએ તેમના સંતો ભણેલા ગણેલા લોકો છે. આવા કૃત્યોથી ભક્તોને દુઃખ પહોંચે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now