Samsung Galaxy Unpacked 2026 : લંડનમાં યોજાયેલા Samsungના વાર્ષિક Galaxy Unpacked ઇવેન્ટમાં કંપનીએ પોતાના નવા પ્રીમિયમ ફોલ્ડેબલ સ્માર્ટફોન Samsung Galaxy Z Flip 8, Samsung Galaxy Z Fold 8 અને Samsung Galaxy Z Fold 8 Ultra ગ્લોબલ માર્કેટમાં રજૂ કર્યા છે. ત્રણેય ડિવાઇસમાં ફ્લેગશિપ લેવલનું હાર્ડવેર, અપગ્રેડેડ Galaxy AI ફીચર્સ, વધુ મજબૂત હિંગ ડિઝાઇન અને સુધારેલી ડિસ્પ્લે ટેક્નોલોજી આપવામાં આવી છે. ખાસ કરીને કન્ટેન્ટ ક્રિએટર્સ, પ્રોફેશનલ યુઝર્સ અને પ્રીમિયમ સ્માર્ટફોન સેગમેન્ટને ધ્યાનમાં રાખીને આ નવી સિરીઝ તૈયાર કરવામાં આવી હોવાનું કંપનીએ જણાવ્યું છે. નવી ફોલ્ડેબલ સિરીઝમાં Qualcomm Snapdragon 8 Elite Gen 5 for Galaxy પ્રોસેસર, Android 17 આધારિત One UI 9, Wi-Fi 7, Bluetooth v6, Galaxy AI આધારિત સ્માર્ટ ટૂલ્સ અને વધુ મજબૂત બોડી ડિઝાઇન જેવી અનેક નવી સુવિધાઓ આપવામાં આવી છે. સાથે જ કંપનીએ લોન્ચ ઓફર હેઠળ પસંદગીના મોડલ્સ સાથે Google AI Proનું 6 મહિનાનું ટ્રાયલ અને અન્ય લાભોની પણ જાહેરાત કરી છે.
Samsung Galaxy Z Flip 8 : સ્ટાઇલિશ ક્લેમશેલ ડિઝાઇન સાથે ફ્લેગશિપ અનુભવ
Samsung Galaxy Z Flip 8માં 6.9-ઇંચની AMOLED મુખ્ય ડિસ્પ્લે આપવામાં આવી છે, જે 2520×1080 પિક્સેલ રિઝોલ્યુશન, 120Hz એડેપ્ટિવ રિફ્રેશ રેટ અને 3,000 nits સુધીની પીક બ્રાઇટનેસ સપોર્ટ કરે છે. બહારની તરફ 4.1 ઇંચની AMOLED કવર ડિસ્પ્લે આપવામાં આવી છે, જેથી ફોન ખોલ્યા વિના નોટિફિકેશન, મેસેજ, કેમેરો પ્રિવ્યૂ અને અન્ય કાર્યો સરળતાથી કરી શકાય. કવર સ્ક્રીનને Corning Gorilla Glass Victus 2નું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે, જ્યારે આખું ડિવાઇસ IP48 રેટિંગ સાથે ધૂળ અને પાણી સામે સુરક્ષિત છે. પરફોર્મન્સ માટે તેમાં Snapdragon 8 Elite Gen 5 for Galaxy ચિપસેટ સાથે 12GB RAM અને 512GB સુધીનું સ્ટોરેજ આપવામાં આવ્યું છે. ફોટોગ્રાફી માટે પાછળ 50mpનો મુખ્ય કેમેરો અને 12mpનો અલ્ટ્રા-વાઇડ કેમેરો છે, જ્યારે સેલ્ફી માટે 10mpનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. 4,300mAh બેટરી 25W વાયર્ડ અને 15W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
ભારતમાં Galaxy Z Flip 8ના 12GB+256GB વેરિઅન્ટની કિંમત ₹1,24,999 અને 12GB+512GB વેરિઅન્ટની કિંમત ₹1,44,999 રાખવામાં આવી છે. ફોન Pink, Graphite and Cream કલરમાં ઉપલબ્ધ રહેશે, જ્યારે Mint કલર માત્ર ઓનલાઇન વેચાણ માટે ઉપલબ્ધ રહેશે. લોન્ચ ઓફર હેઠળ ₹10,000 સુધીનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે.
આ પણ ખાસ વાંચો : બેટરી બચાવવા માટે ફોનની આ 5 મહત્વની સેટિંગ્સ ક્યારેય બંધ ન કરો : ચોરી કે અકસ્માત સમયે બની શકે છે સૌથી મોટો સહારો
Samsung Galaxy Z Fold 8 : મલ્ટીટાસ્કિંગ માટે વધુ પાતળો અને વધુ મજબૂત ફોલ્ડેબલ
Galaxy Z Fold 8માં 7.6-ઇંચની Dynamic AMOLED 2X ઇન્ટરનલ ડિસ્પ્લે અને 5.5-ઇંચની કવર ડિસ્પ્લે આપવામાં આવી છે. બંને સ્ક્રીન 120Hz એડેપ્ટિવ રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે, જ્યારે મુખ્ય ડિસ્પ્લે 3,000 nits સુધીની પીક બ્રાઇટનેસ આપે છે. કવર ડિસ્પ્લે પર Gorilla Glass Ceramic 3 અને પાછળ Gorilla Glass Victus 2નું પ્રોટેક્શન આપવામાં આવ્યું છે. આ મોડલની સૌથી મોટી ખાસિયત નવી Flex Titanium ટેક્નોલોજી છે. કંપનીના જણાવ્યા મુજબ ટાઇટેનિયમ એલોય ફિલ્મ અને મજબૂત ટાઇટેનિયમ સ્ટ્રક્ચરના ઉપયોગથી ફોનને વધુ પાતળો બનાવવામાં આવ્યો છે, જ્યારે તેની મજબૂતી જાળવી રાખવામાં આવી છે. સાથે જ હિંગની કામગીરીમાં પણ સુધારો કરવામાં આવ્યો હોવાનું જણાવાયું છે.
Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ, 16GB સુધીની RAM અને 1TB સુધીનું સ્ટોરેજ આ ફોનને હાઇ-એન્ડ ઉપયોગ માટે યોગ્ય બનાવે છે. કેમેરો વિભાગમાં 50mpનો મુખ્ય કેમેરો, 50mpનો સેકન્ડરી કેમેરો, 10mpનો ઇનર ડિસ્પ્લે કેમેરો અને 10mpનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે. 4,800mAh બેટરી 45W વાયર્ડ અને 20W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે. કન્ટેન્ટ ક્રિએટર્સ માટે Dual Recording અને My Fancam જેવા નવા AI આધારિત ફીચર્સ ઉમેરવામાં આવ્યા છે, જે બંને તરફથી એકસાથે વીડિયો રેકોર્ડિંગ અને ઓટો સબજેક્ટ ટ્રેકિંગ જેવી સુવિધાઓ આપે છે. ભારતમાં Galaxy Z Fold 8ના 12GB+256GB મોડલની કિંમત ₹1,79,999, 12GB+512GB મોડલની કિંમત ₹1,99,999 અને 16GB+1TB વેરિઅન્ટની કિંમત ₹2,39,999 રાખવામાં આવી છે. લોન્ચ ઓફરમાં ₹5,000 ડિસ્કાઉન્ટ, Google AI Proનું 6 મહિનાનું ટ્રાયલ અને Samsung Care+ સંબંધિત વિશેષ લાભો આપવામાં આવી રહ્યા છે. આ સ્માર્ટફોન Graphite, Cream અને Lavender કલરમાં ઉપલબ્ધ રહેશે, જ્યારે Pistachio કલર માત્ર ઓનલાઇન વેચાણ માટે ઉપલબ્ધ રહેશે.
Samsung Galaxy Z Fold 8 Ultra : 200mpનો કેમેરો અને સૌથી પાવરફૂલ ફોલ્ડેબલ
Samsung Galaxy Z Fold 8 Ultra કંપનીનું અત્યાર સુધીનું સૌથી પ્રીમિયમ ફોલ્ડેબલ સ્માર્ટફોન છે. તેમાં 8 ઇંચની AMOLED ઇન્ટરનલ ડિસ્પ્લે અને 6.5 ઇંચની AMOLED કવર ડિસ્પ્લે આપવામાં આવી છે, જે બંને 120Hz વેરિએબલ રિફ્રેશ રેટ સપોર્ટ કરે છે. મુખ્ય ડિસ્પ્લે 3,000 nits
સુધીની પીક બ્રાઇટનેસ આપે છે. પરફોર્મન્સ માટે Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ, 16GB સુધીની RAM, 1TB સુધીનું સ્ટોરેજ અને વધુ અસરકારક ગ્રેફાઇટ કૂલિંગ સિસ્ટમ આપવામાં આવી છે. કેમેરો વિભાગ તેની સૌથી મોટી ખાસિયત છે, જેમાં 200mpનો મુખ્ય કેમેરો, 50mpનો
અલ્ટ્રા-વાઇડ કેમેરો અને
10mpનો ટેલિફોટો કેમેરોનો સમાવેશ થાય છે. સેલ્ફી માટે 10mpનો કેમેરો આપવામાં આવ્યો છે.
ફોનમાં 5,000mAh બેટરી આપવામાં આવી છે, જે 45W વાયર્ડ અને 20W વાયરલેસ ચાર્જિંગ સપોર્ટ કરે છે. સુરક્ષા માટે સાઇડ-માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર અને IP48 રેટિંગ આપવામાં આવી છે. Galaxy Z Fold 8 Ultraના 12GB+256GB વેરિઅન્ટની કિંમત ₹1,99,999, 12GB+512GB મોડલની કિંમત ₹2,19,999 અને 16GB+1TB વેરિઅન્ટની કિંમત ₹2,59,999 રાખવામાં આવી છે. આ મોડલ Graphite, cream અને violet કલર ઉપરાંત ઓનલાઇન એક્સક્લૂસિવ Green Shadow ફિનિશમાં પણ ઉપલબ્ધ રહેશે.
આ પણ ખાસ વાંચો : Samsung Galaxy Unpacked 2026 : આજે એકસાથે લોન્ચ થશે 3 નવા ફોલ્ડેબલ ફોન, જાણો ક્યાં જોઈ શકશો ઇવેન્ટ LIVE
Galaxy AI પર વિશેષ ભાર
નવી ફોલ્ડેબલ સિરીઝમાં Samsungએ Galaxy AIને વધુ શક્તિશાળી બનાવ્યું છે. Now Brief, Now Nudge, Gemini Intelligence અને Gemini Notebook જેવા નવા AI ફીચર્સ દ્વારા નોટ્સ, દસ્તાવેજો, ઇમેજ, રેકોર્ડિંગ અને અન્ય માહિતીને એક જ વર્કસ્પેસમાં સંચાલિત કરી શકાય છે. કંપનીનો દાવો છે કે Gemini હવે 40થી વધુ એપ્સ અને સર્વિસિસમાં ઓટોમેટેડ કામગીરી કરી શકે છે. One UI 9માં AI Assistant Activity Dashboard પણ ઉમેરવામાં આવ્યું છે, જેના દ્વારા AI સંબંધિત તમામ પ્રવૃત્તિઓને એક જ જગ્યાએ મેનેજ કરી શકાય છે. સેમસંગની નવી Galaxy Z Flip 8, Z Fold 8 અને Z Fold 8 Ultra સિરીઝ સ્પષ્ટ કરે છે કે કંપની હવે ફોલ્ડેબલ સ્માર્ટફોનને માત્ર ડિઝાઇન સુધી મર્યાદિત રાખવા માંગતી નથી, પરંતુ AI, પ્રોડક્ટિવિટી, કેમેરો અને ટકાઉપણાને કેન્દ્રમાં રાખીને પ્રીમિયમ અનુભવ આપવાનો પ્રયાસ કરી રહી છે. હવે ભારતીય બજારમાં આ નવા મોડલ્સને ગ્રાહકો તરફથી કેવો પ્રતિસાદ મળે છે, તેના પર સમગ્ર સ્માર્ટફોન ઉદ્યોગની નજર રહેશે.





