Home Tech/Gadgets Samsung Galaxy Unpacked 2026 Z Fold 8 Z Flip 8 Launch Live Gujarati

Samsung Galaxy Unpacked 2026 : આજે એકસાથે લોન્ચ થશે 3 નવા ફોલ્ડેબલ ફોન, જાણો ક્યાં જોઈ શકશો ઇવેન્ટ LIVE

Samsung Galaxy Unpacked 2026
Image Credit: AI
Published by: Aryan Shah
Last Updated: Jul 22, 2026, 06:05 AM IST

Samsung Galaxy Unpacked 2026 : ફોલ્ડેબલ સ્માર્ટફોન માર્કેટમાં પોતાનું નેતૃત્વ વધુ મજબૂત બનાવવા માટે Samsung આજે તેની વર્ષની સૌથી મોટી લોન્ચ ઇવેન્ટ Galaxy Unpacked 2026 યોજવા જઈ રહી છે. લંડનમાં યોજાનારી આ ગ્લોબલ ઇવેન્ટ દરમિયાન કંપની આગામી જનરેશનના ફોલ્ડેબલ સ્માર્ટફોન રજૂ કરશે. Samsungએ સત્તાવાર રીતે ઇવેન્ટની જાહેરાત કરી છે, જ્યારે વિવિધ લીક્સ અને ટેક રિપોર્ટ્સ અનુસાર આ વખતે કંપની એકસાથે ત્રણ નવા ફોલ્ડેબલ સ્માર્ટફોન રજૂ કરી શકે છે. ભારતીય સમય મુજબ આ ઇવેન્ટ આજે સાંજે 6:30 વાગ્યે શરૂ થશે. વિશ્વભરના યુઝર્સ કંપનીની સત્તાવાર વેબસાઇટ, Samsung Newsroom અને YouTube ચેનલ પર તેનું લાઇવ સ્ટ્રીમિંગ જોઈ શકશે. Samsungના જણાવ્યા મુજબ આ વર્ષે Galaxy AI અને નવીન ફોલ્ડેબલ ડિઝાઇન ઇવેન્ટનું મુખ્ય આકર્ષણ રહેશે.

ક્યાં જોઈ શકશો લાઇવ ઇવેન્ટ?

Galaxy Unpacked 2026નું લાઇવ પ્રસારણ Samsungના અધિકૃત ડિજિટલ પ્લેટફોર્મ પર ઉપલબ્ધ રહેશે. કંપનીએ યુઝર્સને અગાઉથી રજિસ્ટ્રેશન કરવાની પણ સુવિધા આપી છે, જોકે ઇવેન્ટ જોવા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત નથી.

આ પણ ખાસ વાંચો : ફોનમાં SIM ન હોય તો પણ 112 પર કૉલ કેવી રીતે લાગે છે? : જાણો ઈમરજન્સી સિસ્ટમ કેવી રીતે કામ કરે છે

આ ત્રણ ફોલ્ડેબલ સ્માર્ટફોન પર રહેશે સૌની નજર

ટેક જગતમાં ચાલી રહેલી ચર્ચા મુજબ Samsung આજે Galaxy Z Flip 8, Galaxy Z Fold 8 અને નવા ફ્લેગશિપ Galaxy Z Fold 8 Ultra રજૂ કરી શકે છે. જોકે કંપનીએ હજુ સુધી આ તમામ મોડલના નામોની સત્તાવાર પુષ્ટિ કરી નથી, પરંતુ અનેક રિપોર્ટ્સમાં આ ડિવાઇસ લોન્ચ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. Galaxy Z Fold 8ને હાલના મોડલની સરખામણીએ વધુ પહોળી ડિઝાઇન, ફોલ્ડિંગ ભાગમાં સુધારેલી ટેક્નોલોજી અને AI આધારિત નવા એક્સપિરિયન્સ સાથે રજૂ કરવામાં આવી શકે છે. બીજી તરફ Galaxy Z Flip 8માં ક્લેમશેલ ડિઝાઇન સાથે અપગ્રેડેડ પ્રોસેસર અને વધુ મોટી કવર ડિસ્પ્લે મળવાની ચર્ચા છે.


Galaxy Z Fold 8ના અપેક્ષિત ફીચર્સ

લીક્સ મુજબ Galaxy Z Fold 8માં Snapdragon 8 Elite Gen 5 ચિપસેટ, 12GB RAM અને 256GB સ્ટોરેજ મળી શકે છે. તેમાં આશરે 7.6-ઇંચની મુખ્ય ફોલ્ડેબલ ડિસ્પ્લે અને બહારની તરફ લગભગ 5.5-ઇંચની કવર સ્ક્રીન આપવામાં આવી શકે છે. કેમેરા વિભાગમાં 50mp+50mp રિયર કેમેરા અને 10mp સેલ્ફી કેમેરા મળવાની શક્યતા છે. જોકે આ વિગતો અંગે કંપનીએ હજુ સુધી સત્તાવાર જાહેરાત કરી નથી.

આ પણ ખાસ વાંચો : AIના કારણે ઝડપથી ફેલાઈ રહ્યું છે આંતરરાષ્ટ્રીય ગુનાખોરીનું નેટવર્ક : સંયુક્ત રાષ્ટ્રની ચિંતાજનક ચેતવણી

Galaxy Z Flip 8માં શું મળી શકે?

Galaxy Z Flip 8માં Exynos 2600 અથવા Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર મળી શકે તેવી ચર્ચા છે. સ્માર્ટફોનમાં 12GB RAM, 256GB સ્ટોરેજ, લગભગ 6.9-ઇંચની મુખ્ય ડિસ્પ્લે અને 4.1-ઇંચની કવર ડિસ્પ્લે મળવાની શક્યતા છે. ઉપરાંત 50mp ડ્યુઅલ રિયર કેમેરા અને 10mp ફ્રન્ટ કેમેરા આપવામાં આવી શકે છે. આ તમામ માહિતી હાલ લીક્સ પર આધારિત છે.

Galaxy Z Fold 8 Ultra બની શકે સૌથી મોટું આકર્ષણ

આ વર્ષની સૌથી મોટી ચર્ચા Galaxy Z Fold 8 Ultraને લઈને છે. રિપોર્ટ્સ મુજબ તેમાં લગભગ 8-ઇંચની મુખ્ય ડિસ્પ્લે, 6.5-ઇંચની કવર ડિસ્પ્લે, Snapdragon 8 Elite Gen 5 પ્રોસેસર અને 200mpનો મુખ્ય કેમેરા સહિત ટ્રિપલ કેમેરા સિસ્ટમ મળી શકે છે. કેટલાક રિપોર્ટ્સમાં મોટી બેટરી અને વધુ પ્રીમિયમ ડિઝાઇનની પણ ચર્ચા કરવામાં આવી છે.

આ પણ ખાસ વાંચો : iPhone 18 Pro થશે વધુ મોંઘો? : લોન્ચ પહેલાં જ સામે આવી મોટી માહિતી, નવા ચિપ અને કેમેરા અપગ્રેડથી વધી શકે કિંમત

નવી Galaxy Watch અને AI આધારિત સ્માર્ટ ગ્લાસીસની પણ અપેક્ષા

ફોલ્ડેબલ ફોન સિવાય Samsung નવી Galaxy Watch 9 અને Galaxy Watch Ultra 2 પણ રજૂ કરી શકે છે. નવી સ્માર્ટવોચમાં વધુ તેજસ્વી ડિસ્પ્લે, સુધારેલી બેટરી અને નવા હેલ્થ ફીચર્સ મળવાની શક્યતા છે. તે ઉપરાંત કંપની AI આધારિત Galaxy Glassesની ઝલક પણ રજૂ કરી શકે છે. જોકે સ્માર્ટ ગ્લાસીસ અંગે Samsungએે કોઈ સત્તાવાર પુષ્ટિ કરી નથી અને હાલ તે માત્ર રિપોર્ટ્સ તથા અટકળો પર આધારિત માહિતી છે.

ફોલ્ડેબલ માર્કેટમાં સ્પર્ધા વધુ તીવ્ર બનશે

Samsung લાંબા સમયથી ફોલ્ડેબલ સ્માર્ટફોન સેગમેન્ટમાં અગ્રેસર રહી છે. હવે અન્ય બ્રાન્ડ્સ ઉપરાંત એપલના સંભવિત ફોલ્ડેબલ iPhone અંગે ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે કંપની નવા ફોર્મ ફેક્ટર અને AI ફીચર્સ દ્વારા પોતાનું સ્થાન વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આજે યોજાનારી Galaxy Unpacked ઇવેન્ટ દરમિયાન આ તમામ અટકળો પર સત્તાવાર રીતે પડદો ઊઠશે.

વારંવાર પૂછાતા પ્રશ્નો

સેમસંગનો આ અનપેક્ડ ઇવેન્ટ લંડન ખાતે યોજાઈ રહ્યો છે. ભારતીય સમય અનુસાર આ ઇવેન્ટ આજે બુધવારે સાંજે 6:30 વાગ્યે શરૂ થશે.

તમે આ ઇવેન્ટને સેમસંગની અધિકૃત વેબસાઇટ (Samsung.com) અને કંપનીની સત્તાવાર YouTube ચેનલ પર લાઇવ જોઈ શકો છો.

આ ઇવેન્ટમાં સેમસંગ એકસાથે 3 ફોલ્ડેબલ ફોન લોન્ચ કરશે: Galaxy Z Flip 8, Galaxy Z Fold 8 અને પહેલીવાર રજૂ થઈ રહેલું Galaxy Z Fold 8 Ultra.

સ્માર્ટફોન ઉપરાંત આ ઇવેન્ટમાં નવી સ્માર્ટવોચ Galaxy Watch 9 અને Galaxy Watch Ultra 2 લોન્ચ થશે. આ સિવાય સેમસંગના નવા Galaxy Glasses (સ્માર્ટ ગ્લાસીસ) પણ રજૂ થવાની શક્યતા છે.

Galaxy Z Fold 8 Ultra માં 8 ઇંચની મુખ્ય ડિસ્પ્લે, Snapdragon Elite 8 Gen 5 પ્રોસેસર, 12GB RAM અને 200MP નો પાવરફુલ મુખ્ય કેમેરા મળવાની સંભાવના છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now