Home Tech/Gadgets Iphone 18 Pro Leaks Price Camera A20 Pro Chip

iPhone 18 Pro થશે વધુ મોંઘો? : લોન્ચ પહેલાં જ સામે આવી મોટી માહિતી, નવા ચિપ અને કેમેરા અપગ્રેડથી વધી શકે કિંમત

iPhone 18 Pro Leaks
Image Credit: x
Published by: Nirali Gohil
Last Updated: Jul 21, 2026, 10:58 AM IST

iPhone 18 Pro Leaks: એપલના આગામી ફ્લેગશિપ સ્માર્ટફોન iPhone 18 Proને લઈને લોન્ચ પહેલાં જ અનેક મહત્વપૂર્ણ લીક્સ સામે આવ્યા છે. જો આ માહિતી સાચી સાબિત થાય તો આ વખતે iPhone ખરીદવા ઇચ્છુક ગ્રાહકોને વધુ ખર્ચ કરવો પડી શકે છે. અહેવાલો મુજબ એપલ નવા હાર્ડવેર, અદ્યતન ચિપસેટ અને અપગ્રેડેડ કેમેરા ટેક્નોલોજીને કારણે iPhone 18 Pro અને iPhone 18 Pro Maxની કિંમતમાં વધારો કરી શકે છે. દર વર્ષે સપ્ટેમ્બરમાં યોજાતા એપલના લોન્ચ ઇવેન્ટને લઈને અત્યારથી જ ચર્ચા શરૂ થઈ ગઈ છે. ટેક્નોલોજી જગતમાં એવી અટકળો ચાલી રહી છે કે કંપની આગામી વર્ષે iPhone 18 સિરીઝ સાથે અનેક મોટા અપગ્રેડ લાવવાની તૈયારીમાં છે. જોકે, એપલે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી અને હાલમાં સામે આવેલી તમામ વિગતો વિવિધ લીક્સ અને રિપોર્ટ્સ પર આધારિત છે.

iPhone 18 Proની કિંમતમાં થઈ શકે વધારો

લીક થયેલી માહિતી મુજબ, iPhone 18 Pro સિરીઝની કિંમત અગાઉના મોડલ કરતાં વધારે હોઈ શકે છે. સામાન્ય રીતે એપલ પોતાના Pro મોડલની શરૂઆતની કિંમતમાં મોટો ફેરફાર કરતી નથી, પરંતુ આ વખતે ઉત્પાદન ખર્ચ વધવાના કારણે ભાવ વધારાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તાજેતરમાં એપલે MacBook, Mac Mini સહિત પોતાના અન્ય હાર્ડવેર પ્રોડક્ટ્સના ભાવમાં વધારો કર્યો છે. તેથી હવે એવી અટકળો છે કે iPhone 18 Pro પણ આ ભાવવધારાથી અછૂતો નહીં રહે.

નવો A20 Pro ચિપ આપશે વધુ ઝડપ અને AI પાવર

રિપોર્ટ્સ અનુસાર iPhone 18 Proમાં એપલનો નવો A20 Pro પ્રોસેસર આપવામાં આવી શકે છે. આ કંપનીનો પહેલો 2nm ટેક્નોલોજી આધારિત ચિપસેટ હોઈ શકે છે. આ નવી ચિપ અગાઉની સરખામણીએ વધુ ઝડપી કામગીરી, ઓછી બેટરી વપરાશ અને વધુ સારી AI ક્ષમતા પ્રદાન કરી શકે છે. Apple Intelligence સહિતના AI આધારિત ફીચર્સ વધુ સ્મૂથ અને કાર્યક્ષમ બનવાની પણ શક્યતા છે.

આ પણ વાંચો: 50MP કેમેરા, AI ફીચર્સ અને 120Hz ડિસ્પ્લે... : Samsungના આ ફોન પર મળી રહી છે જબરદસ્ત ઓફર

કેમેરામાં મળશે મોટો અપગ્રેડ

કેમેરા વિભાગમાં પણ iPhone 18 Proમાં મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળી શકે છે. લીક મુજબ, એપલ પ્રથમ વખત Variable Aperture Camera ટેક્નોલોજી રજૂ કરી શકે છે. આ ફીચર કેમેરાને આસપાસના પ્રકાશ અનુસાર આપમેળે એડજસ્ટ કરવાની ક્ષમતા આપશે. પરિણામે ઓછી લાઇટમાં વધુ સારી તસવીરો અને વધુ પ્રોફેશનલ ક્વોલિટીના ફોટોગ્રાફ્સ મેળવી શકાશે.

ડિઝાઇનમાં નાના પરંતુ મહત્વપૂર્ણ ફેરફારો

iPhone 18 Proની ડિઝાઇનમાં મોટા ફેરફારની શક્યતા ઓછી છે, પરંતુ Dynamic Island અગાઉ કરતાં વધુ નાનો થઈ શકે છે. અહેવાલો અનુસાર, એપલ Face IDના કેટલાક સેન્સર્સને ડિસ્પ્લેની નીચે મૂકવાની તૈયારીમાં છે. જો આવું થાય તો સ્ક્રીનનો ઉપયોગ વધુ વિસ્તાર સાથે થઈ શકશે અને ડિસ્પ્લે વધુ આકર્ષક દેખાશે.

મોટી બેટરી અને વધુ સારી કનેક્ટિવિટી

લીક મુજબ ખાસ કરીને iPhone 18 Pro Maxમાં વધુ ક્ષમતાવાળી બેટરી આપવામાં આવી શકે છે, જેના કારણે લાંબા સમય સુધી ઉપયોગ શક્ય બનશે. તે ઉપરાંત કંપનીનો નવો C2 Modem પણ મળી શકે છે, જે 5G સ્પીડ, નેટવર્ક સ્થિરતા અને સેટેલાઇટ કનેક્ટિવિટી સુધારવામાં મદદરૂપ થઈ શકે છે.

આ પણ વાંચો: સ્માર્ટફોન માર્કેટને મોટો ઝટકો : ભારતમાં 6 વર્ષનો સૌથી મોટો શિપમેન્ટ ઘટાડો, ફોન 15% સુધી થયા મોંઘા

કિંમતમાં ₹5,000 સુધીનો વધારો થઈ શકે

કાઉન્ટરપોઇન્ટ રિસર્ચ સહિતના અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે, નવા 2nm ચિપ, વધુ મોંઘી મેમરી અને અન્ય પ્રીમિયમ કોમ્પોનેન્ટ્સને કારણે iPhone 18 Proનું ઉત્પાદન ખર્ચ વધી રહ્યું છે. તેના પરિણામે કંપની iPhone 18 Proની કિંમતમાં અંદાજે ₹5,000 સુધીનો વધારો કરી શકે છે. જો આવું થશે તો ભારતીય બજારમાં નવા Pro મોડલની શરૂઆતની કિંમત અગાઉ કરતાં વધુ હોઈ શકે છે.

ક્યારે થશે લોન્ચ?

અહેવાલો મુજબ એપલ સપ્ટેમ્બર 2026માં iPhone 18 સિરીઝ લોન્ચ કરી શકે છે. જોકે, હાલમાં સામે આવેલી તમામ માહિતી લીક્સ અને સપ્લાય ચેન સંબંધિત અહેવાલો પર આધારિત છે. કંપની તરફથી અત્યાર સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. તેથી iPhone 18 Proના ફીચર્સ, કિંમત અને લોન્ચ તારીખ અંગે અંતિમ માહિતી એપલના અધિકૃત લોન્ચ ઇવેન્ટ દરમિયાન જ સામે આવશે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now