Home Entertainment Sambhavna Seth Slams Trolls Over Dog Comment After Surrogacy Announcement

"બાળકો ઉછેરો કે કૂતરા" : ટ્રોલરની આ કમેન્ટ પર અભિનેત્રીએ આપ્યો જડબાતોડ જવાબ

Sambhavna Seth IVF struggle and miscarriage
Published by: Vaishnavi Pathak
Last Updated: May 19, 2026, 07:49 AM IST

સરોગસીથી માતા બનવા જઈ રહેલી સંભાવના સેઠે હેતર્સને સંભળાવી ખરીખરી: સોનોગ્રાફીના ફોટોમાં પાલતુ શ્વાન દેખાતા લોકોએ કર્યા હતા વાંધાજનક કમેન્ટ્સ

ભોજપુરી અને ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની જાણીતી અભિનેત્રી સંભાવના સેઠ (Sambhavna Seth) અને તેના પતિ અવિનાશ દ્વિવેદીએ લગ્નના 10 વર્ષ બાદ તાજેતરમાં જ સરોગસી (Surrogacy) દ્વારા માતા-પિતા બનવાની ખુશખબરી શેર કરી છે. જોકે, આ ખુશીની ક્ષણો વચ્ચે પણ સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ અભિનેત્રીને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું હતું. આ ટ્રોલ્સને સંભાવનાએ એક વીડિયો વ્લોગ દ્વારા જડબાતોડ જવાબ આપ્યો છે અને પોતાની પીડા વ્યક્ત કરી છે.

પાલતુ કૂતરા અને બાળકના ફોટો પર થયો હતો વિવાદ

વાસ્તવમાં, સંભાવના સેઠે જ્યારે ઇન્સ્ટાગ્રામ પર પોતાની પ્રેગ્નન્સીની જાહેરાત કરી, ત્યારે તેણે ત્રણ તસવીરો શેર કરી હતી. જેમાં એક તસવીરમાં તેમનો પાલતુ શ્વાન (Pet Dog) બાળકના સોનોગ્રાફી રિપોર્ટની બાજુમાં બેઠેલો જોવા મળ્યો હતો. આ ફોટો જોઈને કેટલાક યુઝર્સે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાંધાજનક અને નકારાત્મક ટિપ્પણીઓ કરી હતી. ટ્રોલર્સ બાળકની સરખામણી કૂતરા સાથે કરીને લખ્યું કે, "આ લોકો પોતાના પેટ્સને જ બાળક માને છે, સાચું બાળક નથી લાવી શકતા."

આ પણ ખાસ વાંચો : ભોપાલમાં અજીબોગરીબ ગુનો | જમવામાં પૂરી-શાક બનાવતાં પતિએ પત્નીને ફટકારી | Offbeat Stories

IVF નિષ્ફળતા અને 4 મિસકેરેજનો વેદનાભર્યો પ્રવાસ

આવી નબળી માનસિકતા ધરાવતા લોકોને જવાબ આપતા સંભાવના ખૂબ જ ભાવુક થઈ ગઈ હતી. તેણે જણાવ્યું કે, માતા બનવા માટે તેણે કેટલો મોટો સંઘર્ષ કર્યો છે. સંભાવનાએ ખુલાસો કર્યો કે તેણે 7 થી 8 વાર IVF (In Vitro Fertilization) ટ્રીટમેન્ટ કરાવી હતી, જે દર વખતે નિષ્ફળ રહી હતી. આ પ્રક્રિયા દરમિયાન તેણે 65 જેટલા પીડાદાયક ઇન્જેક્શન લીધા હતા, જેના કારણે તેને આર્થરાઈટિસ (ગઠિયા) અને એન્ઝાયટી જેવી ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો. આટલું જ નહીં, તેણે અત્યાર સુધીમાં 4 વખત મિસકેરેજ (ગર્ભપાત) નું દર્દ પણ સહન કર્યું છે.

"બદ્દુઆ ન લો, થોડી માનવતા રાખો"

અભિનેત્રીએ નફરત ફેલાવનારા લોકોને ચેતવણી આપતા કહ્યું કે, "તમે લોકો બે કૌડીની વાતો કરી રહ્યા છો. અમે ખૂબ જ મુશ્કેલ સમયમાંથી પસાર થઈને અહીં સુધી પહોંચ્યા છીએ. હવે જ્યારે અમારા ઘરમાં ખુશીઓ આવી છે, ત્યારે અમને તેને એન્જોય કરવા દો." તેણે વધુમાં ઉમેર્યું કે, જે લોકો આવી કપરી પરિસ્થિતિમાંથી પસાર થયેલી મહિલાઓ પર ખરાબ કમેન્ટ્સ કરે છે, તેમણે ભગવાનથી ડરવું જોઈએ અને કોઈની બદ્દુઆ લેવાથી બચવું જોઈએ. સંભાવનાએ સ્પષ્ટ કર્યું કે તે સરોગસી અંગેની તમામ સાચી વિગતો ટૂંક સમયમાં અન્ય મહિલાઓ માટે શેર કરશે જેથી તેમને પણ મદદ મળી શકે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now