Home International Saif Ali Khan Son Taimur Jeh Bedroom Attack

તૈમૂર અને જેહના બેડરૂમમાં થયો હુમલો : Ductમાંથી આરોપી ઘરમાં પ્રવેશ્યો: સૂત્રો

તૈમૂર અને જેહના બેડરૂમમાં થયો હુમલો
Published by: OBS Bureau
Last Updated: Jan 16, 2025, 06:47 AM IST

બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન હોસ્પિટલમાં દાખલ છે. તેમના પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. મુંબઈના બાંદ્રા સ્થિત તેમના નિવાસ્થાને સવારે અઢી વાગ્યાની આસપાસ એક અજાણ્યો વ્યક્તિ ચોરીના ઈરાદે ઘરમાં ઘૂસ્યો હતો. હુમલાખોર સાથે રકઝક અને તકરારમાં તેમના પર તિક્ષ્ણ હથિયારથી અનેક વખત હુમલો કરવામાં આવ્યો.  સૈફ અલી ખાન મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં તેમનું ઓપરેશન ચાલી રહ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર શરીર પર છરીના છ ઘા છે. સૈફ અલી ખાનને ગળા અને સ્પાઈન પાસે પણ ગંભીર ઈજા થઈ છે.

શરીરમાંથી કાઢી 2-3 ઈંચ લાંબી ધારદાર વસ્તુ

સૈફની ન્યૂરો સર્જરી થઈ ગઈ છે. તેમના શરીરમાંથી બેથી ત્રણ ઈંચ લાંબી ધારદાર વસ્તુ કાઢવામાં આવી છે જે છરીનો જ એક ભાગ લાગી રહ્યો છે હવે સૈફ અલી ખાનની કોસ્મેટિક સર્જરી ચાલી રહી છે. હુમલામાં સૈફ અલી ખાનની ઘર ઘાટી અને ઘાયલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર Duct છે, જે બેડરૂમની અંદર ખુલી હતી. પ્રાથમિક તપાસમાં ચોર આDuctમાંથી ઘરમાં ઘુસ્યો.   લીલાવતી હોસ્પિટલના COO ડૉ. નીરજ ઉત્તમાનીએ જણાવ્યું કે એક અજાણ્યા વ્યક્તિએ સૈફ અલી ખાન પર અડધી રાત્રે બાંદ્રા સ્થિત તેમના ઘરમાં હુમલો કર્યો. સૈફ પર છ વખત હુમલો કરવામાં આવ્યો જેમાં બે ઘા ખુબ ઉંડા હતા. જેમાંથી એક હુમલમાં સૈફની સ્પાઈન પાસે કરવામાં આવ્યો. ન્યૂરોસર્જન ડૉ. નીતિન ડાંગે અને કોસ્મેટિક સર્જન ડૉ. લીના જૈનના નેતૃત્વમાં ડૉક્ટર્સની એક ટીમ ઑપરેશન કરી રહી છે.

બાળકોના રૂમમાં બની ઘટના

સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર સૈફના બાળકો તૈમૂર અને જેહના રૂમમાં હુમલો થયો. પરંતુ પોલીસ હાલ એ તપાસ કરી રહી છે કે આખરે હુમલાખોર અંદર ઘુસ્યો કેવી રીતે. શું તે બહારથી આવ્યો હતો કે કોઈ અંદરના વ્યક્તિનું કામ છે.

 

સૈફના ઘરમાં પોલીસની તપાસ

મુંબઈ પોલીસે તપાસ શરૂ કરી દિધી છે. પોલીસની 7 ટીમ અલગ અલગ દિશામાં આખાય મામલામાં તપાસ કરી રહી છે. સૈફ અલી ખાનના ઘરમાં પણ પરિવાર અને સ્ટાફની પુછપરછ ચાલું છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક