Home International Saif Ali Khan Hospitalized Attacked At Midnight At Residence

નવાબ સૈફ અલી ખાન હોસ્પિટલમાં દાખલ : મોડી રાત્રે ઘરમાં અજાણ્યા શખ્સો ઘુસ્યા, છરીથી હુમલો કર્યો

નવાબ સૈફ અલી ખાન હોસ્પિટલમાં દાખલ
Published by: OBS Bureau
Last Updated: Jan 16, 2025, 06:18 AM IST

પટૌડી પરિવારના નવાબ અને બોલીવુડના ખુબ જાણીતા એક્ટર સૈફ અલી ખાન પર હુમલો થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. શાંત સ્વભાવના સૈફ પર ગઈકાલે રાત્રે હુમલો થયો હતો. રાત્રે 2 વાગ્યે અજાણ્યો શખ્સ તેમના ઘરમાં ઘુસ્યો અને સૈફ પર છરીથી હુમલો કર્યો. હુમલા બાદ સૈફ અલી ખાનને લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર સર્જરી કરવામાં આવી રહી છે.

સૈફ પર હુમલા અંગે મુંબઈ પોલીસે નિવેદન આપ્યું. આ સાથે જ સૈફ અલી ખાનના PRનું સત્તાવાર નિવેદનઆવ્યું છે. શું શું ખુલાસા થયા છે એ જાણીએ.

ઘરફોડ કરનારે સૈફ સાથે તેના જ ઘરમાં દલીલ કરી. મુંબઈ પોલીસ અનુસાર, ગઈકાલે રાત્રે અજાણ્યો વ્યક્તિ સૌથી પહેલાં તેમના ઘરમાં ઘૂસ્યો, ત્યારબાદ તેણે ઘર ઘાટી સાથે દલીલ કરવાનું શરૂ કર્યું. પરંતુ આ બંને વચ્ચે સૈફ અલી ખાન વચ્ચે પડ્યાં. સૈફએ અજાણ્યા વ્યક્તિને શાંત કરવાન પ્રયાસ કર્યો. પરંતુ તે શાંત થવાને બદલે  ભડકી ઉઠ્યો અને સૈફ પર 2-3 વખત છરીથી હુમલો કર્યો. બંને વચ્ચે બોલાચાલી પણ થઈ હતી.

શું કર્યું સૈફ અને કરીનાની ટીમે?

સૈફઅલી ખાનની PR ટીમના જાહેર કરેલા નિવેદન પ્રમાણે સૈફના ઘરે ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. હાલમાં તેમની હોસ્પિટલમાં સર્જરી ચાલે છે. મીડિયા અને ચાહકોને શાંતિ અને ધીરજ રાખવાની અપીલ કરીએ છીએ. આ પોલીસ કેસ છે. અમે તમનેઅપડેટ્સ આપતા રહીશું

કરીના કપૂરની ટીમે એક નિવેદન જારીકર્યું જેમાં તેમના ઘરમાં ચોરીનો પ્રયાસ થયો હતો. સૈફના હાથમાં ઈજા થઈ હતી. તેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બાકી પરિવાર બરાબર છે. મીડિયાને ધીરજ રાખવાજણાવાયું.

સૈફ અલી ખાનને ગંભીર ઈજા થઈ

સૂત્રોના જણાવ્યા અનુસાર સૈફ 6જગ્યાએથી ઘાયલ છે. જેમાં એક ગળાના ભાગે, એક સ્પાઈન પાસે વાગ્યું છે. હોસ્પિટલમાં સૈફનું ઓપરેશનમાં પ્લાસ્ટિક સર્જન, ન્યૂરો સર્જન હાજર છે.  સૈફના ઘરની ઘરઘાટી પણ ઘાયલ છે પરંતુ સૈફને વધારે વાગ્યું છે. માહિતી અનુસાર આયાએ ઘર ઘાટી અને ચોર વચ્ચેની બબાલનો અવાજ સાંભળ્યો અને પછી તે તરત જ ઊભી થઈ ગઈ. પરિવારને બચાવવા માટે સૈફે અને હુમલાખોર આમને સામને આવી ગયા, જેમાં સૈફ પર છરીથી હુમલો કર્યો. પછી હુમલાખોર તો ભાગી ગયા પણ સૈફને હોસ્પિટલાઈઝ કરવા પડ્યા.

ઘરમાં ચોર કેવી રીતે ઘુસ્યા?

આ ઘટના ઘટી ત્યારે આખો પરિવાર ઘરમાં હતો. કરીના અને બંને બાળકો ઘરે જ હતા. મળતી માહિતી અનુસાર પરિવારને બચાવવા સૈફ સીધા આરોપી સામે ભીડાઈ ગયા. સૂત્રોના જણાવ્યા અનુસાર સૈફ પર બાળકોના રૂમમાં હુમલો થયો.  હુમલાખોરો ઘરમાં કેવી રીતે ઘુસ્યા તે અંગે પોલીસની તપાસ ચાલું છે. તપાસ એ પણ થઈ રહી છે કે હુમલાખોરો બહારના હતા કે બિલ્ડિંગમાં પહેલાંથી જ કામ કરતા હતા. તપાસમાં જાણવા મળ્યું કે સિક્યુરિટીએ ઘરમાં જતાં કોઈને જોયા જ નથી. 

આપને જણાવીએ દઈએ કે સૈફ અલી ખાનના ઘરમાં એક પાઇપલાઇન છે જે તેમના જ બેડરૂમમાં ખુલે છે. પ્રાથમિક તપાસમાં ચોર ત્યાંથી ઘરમાં ઘુસ્યા હોવાની શક્યતા છે.

 

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now
દીપડા પણ જેનાથી ડરે છે! જાણો આ અનોખા પ્રાણી વિશે
અમેરિકા એકલું પડ્યું!
ઇઝરાયલમાં પેલેસ્ટાઈની ગુનેગારોને હવે સીધી મોતની સજા
Play Video
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ
ઈરાન સામેની જંગમાં નવો વળાંક