Home Automobile Safest Suv India Seltos Vs Sierra Vs Duster

Seltos, Sierra અને Duster માંથી કઈ SUV સૌથી સુરક્ષિત? : કાર ખરીદતા પહેલા જાણો 5-સ્ટાર સેફ્ટીમાં કોણ છે નંબર 1

Tata Sierra, Renault Duster, Kia Seltos
Published by: Aryan Shah
Last Updated: Apr 22, 2026, 02:15 AM IST

Safest SUV : ભારતીય કાર બજારમાં હવે માત્ર લુક કે એવરેજ નહીં પણ 'સેફ્ટી' એટલે કે સુરક્ષા સૌથી મહત્વની બની ગઈ છે. મધ્યમ કદની SUV સેગમેન્ટમાં અત્યારે ભારે સ્પર્ધા છે. હાલમાં રેનો ડસ્ટર, ટાટા સીએરા અને કિયા સેલ્ટોસ આ ત્રણેય કારોએ ભારત NCAP ટેસ્ટમાં 5-સ્ટાર રેટિંગ મેળવ્યા છે. પરંતુ, શું તમે જાણો છો કે, આ ત્રણેયમાંથી ખરેખર સૌથી વધુ સુરક્ષિત કઈ છે? જાણો આ ત્રણેય ગાડીઓની સંપૂર્ણ માહિતી.

પુખ્ત વયના લોકોની સુરક્ષા

પુખ્ત વયના લોકોની સુરક્ષા (AOP) બાબતે કિયા સેલ્ટોસ સૌથી આગળ જોવા મળી છે. જોકે ત્રણેય કારને 5-સ્ટાર મળ્યા છે, પણ સેલ્ટોસનો સ્કોર સૌથી વધુ છે. ખાસ કરીને આગળથી થતાં અકસ્માતમાં ડ્રાઇવરની છાતી અને પગના ભાગે સેલ્ટોસ વધુ સારી સુરક્ષા આપે છે. ટાટા સીએરા પણ 31.14 ના સ્કોર સાથે ખૂબ જ નજીક છે અને સારી મજબૂતી આપે છે, જ્યારે રેનો ડસ્ટર આ બાબતમાં ત્રીજા નંબરે આવે છે.

બાળકોની સુરક્ષા

બાળકોની સુરક્ષા (COP) ના કિસ્સામાં રેનો ડસ્ટર અને કિયા સેલ્ટોસ બંને એક સમાન એટલે કે 45/49 પોઈન્ટ સાથે ટોચ પર છે. આ બંને કારમાં નાના બાળકો માટેની બેઠકો અને સુરક્ષા વ્યવસ્થા ખૂબ જ મજબૂત છે. ટાટા સીએરા આ બાબતમાં બહુ પાછળ નથી, તેનો સ્કોર પણ 44.73 છે, જે બાળકો માટે ઉત્તમ સુરક્ષા દર્શાવે છે.

આ પણ ખાસ વાંચો : Bajaj Pulsar NS400Z હવે નવા 350cc એન્જિન સાથે થઈ લોન્ચ : જાણો પાવરફૂલ પરફોર્મન્સ, પ્રીમિયમ ફીચર્સ અને કિંમત વિશે

મોડર્ન સેફ્ટી ફીચર્સ

ફીચર્સની વાત કરીએ તો ત્રણેય કારમાં 6 એરબેગ્સ, ABS સાથે EBD અને પાર્કિંગ સેન્સર જેવા જરૂરી ફીચર્સ સ્ટાન્ડર્ડ તરીકે મળે છે. કિયા સેલ્ટોસમાં રિયર-વ્યૂ કેમેરા અને હિલ કંટ્રોલ જેવા પ્રીમિયમ ફીચર્સ વધારા છે. બીજી તરફ, ટાટા સીએરા તેના મોંઘા મોડલ્સમાં 'ADAS લેવલ 2' જેવા હાઇ-ટેક ફીચર્સ આપે છે, જેમાં 360-ડિગ્રી કેમેરા અને બ્લાઇન્ડ-સ્પોટ મોનિટરિંગ જેવી સુરક્ષા મળે છે.

કઈ SUV ખરીદવી જોઈએ?

જો તમારો મુખ્ય હેતુ ક્રેશ ટેસ્ટમાં સૌથી વધુ સ્કોર અને મજબૂતી છે, તો કિયા સેલ્ટોસ શ્રેષ્ઠ છે. જો તમને મોડર્ન ટેકનોલોજી અને સ્માર્ટ સેફ્ટી ફીચર્સ જોઈએ છે, તો ટાટા સીએરા એક સારો ઓપ્શન છે. રેનો ડસ્ટર પણ એક મજબૂત અને ભરોસાપાત્ર કાર છે, પરંતુ તે સ્કોરની બાબતમાં સેલ્ટોસ કરતાં થોડી પાછળ છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now