Home Automobile Kia Seltos Hybrid Us Launch Features Mileage Gujarati

પેટ્રોલનું ટેન્શન ખતમ! : Kia Seltos Hybrid આપશે જબરદસ્ત માઇલેજ, જુઓ ફિચર્સ.

Kia Seltos Hybrid
Published by: Aryan Shah
Last Updated: Apr 06, 2026, 02:40 PM IST

Kia Seltos hybrid : ઓટોમોબાઈલ દુનિયામાં જાણીતું નામ Kia એ તેની લોકપ્રિય SUV સેલ્ટોસનું નવું મોડલ રજૂ કર્યું છે. ન્યૂ યોર્ક ઇન્ટરનેશનલ ઓટો શોમાં Kia એ 2027 સેલ્ટોસ પરથી પડદો ઉઠાવ્યો છે. 2027 ના મોડલની સૌથી મોટી ખાસિયત એ છે કે, સેલ્ટોસ પહેલીવાર અમેરિકન માર્કેટમાં હાઇબ્રિડ પાવરટ્રેન સાથે પ્રવેશી રહી છે. આ નવું મોડલ જૂની સેલ્ટોસ કરતાં વધુ મોડર્ન, પાવરફુલ અને ફીચર્સથી ભરપૂર છે.

ત્રણ દમદાર એન્જિનના ઓપ્શન

નવી કિયા સેલ્ટોસમાં ગ્રાહકોને ત્રણ અલગ-અલગ એન્જિનના ઓપ્શન મળશે. એન્ટ્રી લેવલ મોડલમાં 2.0-લિટરનું એન્જિન છે, જ્યારે પરફોર્મન્સ પ્રેમીઓ માટે 1.6-લિટર ટર્બો એન્જિન આપવામાં આવ્યું છે જે 190hp પાવર જનરેટ કરે છે. મહત્વની વાત એ છે કે, અમેરિકન મોડલના એન્જિન ભારતીય મોડલ (1.5-લિટર પેટ્રોલ/ડીઝલ) કરતાં એકદમ અલગ છે.

પહેલા કરતાં મોટી સાઇઝ અને વધુ સ્પેસ

બીજી જનરેશનની નવી સેલ્ટોસ હવે પહેલા કરતાં વધુ મોટી અને કમ્ફર્ટેબલ બની છે. તેની લંબાઈ (વ્હીલબેઝ) માં 60mm નો વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે કેબિનમાં વધુ જગ્યા મળે છે. સાથે જ તેનું ગ્રાઉન્ડ ક્લિયરન્સ વધારીને 206mm કરવામાં આવ્યું છે, જે તેને ઓફ-રોડિંગ માટે વધુ સક્ષમ બનાવે છે.

આ પણ ખાસ વાંચો : નવી કાર ખરીદવી છે; Seltos, Creta અને Grand Vitara માં કન્ફ્યુઝ છો? : જાણો ત્રણેય કારના દમદાર ફીચર્સ વિશે

હાઇ-ટેક ઇન્ટિરિયર અને ફીચર્સ

ગાડીના ઇન્ટિરિયરમાં તમને આધુનિક ટેકનોલોજીનો જાદુ જોવા મળશે. ઉચ્ચ વેરિઅન્ટમાં 30 ઇંચનું સંયુક્ત ડિજિટલ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. જેમાં તમે YouTube અને Netflix જેવી એપ્સ પણ વાપરી શકો છો. સાથે જ Disney અને NBA જેવી થીમ્સ પણ ઉપલબ્ધ છે. સેફટી માટે તેમાં સરાઉન્ડ-વ્યૂ કેમેરા અને પેનોરેમિક સનરૂફ જેવા પ્રીમિયમ ફીચર્સ પણ ઉમેરવામાં આવ્યા છે. કિયા સેલ્ટોસનું હાઈબ્રિડ વર્ઝન માત્ર એક અપડેટ નથી, પરંતુ કંપનીની ભવિષ્યની સ્ટ્રેટેજીનો મહત્વપૂર્ણ ભાગ છે. વધુ માઇલેજ, ઓછું પ્રદૂષણ અને મોડર્ન ટેક્નોલોજી સાથે આ SUV નવી જનરેશનના ગ્રાહકોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે. આ લોન્ચથી સ્પષ્ટ થાય છે કે, આવનારા સમયમાં હાઈબ્રિડ અને ઈલેક્ટ્રિક વાહનો જ ઓટો ઈન્ડસ્ટ્રીમાં મુખ્ય ભૂમિકા ભજવશે.

આ પણ વાંચો: ₹50 લાખમાં બેસ્ટ SUV 2026 : જાણો નવી Tiguan Facelift અને Fortuner માંથી કઈ SUV છે અસલી 'કિંગ'?

અત્યારે આ જાહેરાત US માર્કેટ માટે છે, ભારતમાં તેનું લોન્ચિંગ 2027 ના શરૂઆતમાં અપેક્ષિત છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now