Home Automobile Tata Sierra Electric Launch India Price Features Range

90 ના દાયકાની એ 'કલ્ટ ક્લાસિક' હવે EV માં થશે લોન્ચ! : જાણો EV સેગમેન્ટમાં ધૂમ મચાવવા ક્યારે આવશે Tata Sierra

Tata Sierra EV
Published by: Aryan Shah
Last Updated: Apr 12, 2026, 08:35 AM IST

Tata Sierra EV : ભારતીય ઓટોમોબાઈલ માર્કેટમાં ટાટા મોટર્સ અત્યારે ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) સેગમેન્ટમાં રાજા ગણાય છે. હવે કંપની તેની સૌથી લોકપ્રિય અને આઇકોનિક બ્રાન્ડ 'સીએરા' ને નવા ઇલેક્ટ્રિક અવતારમાં પાછી લાવી રહી છે. Tata Sierra EV ના સમાચાર આવતાની સાથે જ કાર પ્રેમીઓમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. આ SUV માત્ર લુકમાં જ નહીં પણ પરફોર્મન્સમાં પણ દમદાર હશે.

Tata Sierra EV નો લોન્ચિંગ સમય

ટાટા મોટર્સે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે, ટાટા સીએરા EV નાણાકીય વર્ષ 2027 ના પ્રથમ ક્વાર્ટરમાં લોન્ચ કરવામાં આવશે. એટલે કે, તમે એપ્રિલ થી જૂન 2026 ની વચ્ચે આ કારને શોરૂમમાં જોઈ શકશો. હાલમાં આ કારનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે.

Tata Sierra EV નું પાવરફુલ પ્લેટફોર્મ

આ SUV ટાટાના નવા Acti.ev+ પ્લેટફોર્મ પર આધારિત હશે, જે ખાસ કરીને ઇલેક્ટ્રિક ગાડીઓ માટે જ બનાવવામાં આવ્યું છે. આ પ્લેટફોર્મ વધુ સારી બેટરી લાઈફ અને સેફ્ટી આપે છે. આ કાર ટાટા કર્વ EV અને હેરિયર EV ની વચ્ચેની કેટેગરીમાં ફિટ થશે, જે તેને એક પ્રીમિયમ મિડસાઇઝ SUV બનાવે છે.

Tata Sierra EV ની બેટરી અને રેન્જ

પરફોર્મન્સની વાત કરીએ તો તેમાં બે બેટરી પેક મળી શકે છે. એક 55kWh અને બીજું 65kWh નું ઓપ્શન હોઈ શકે છે. મોટી બેટરી સાથે આ SUV એકવાર ફૂલ ચાર્જ કરવા પર 500 કિલોમીટરથી વધુની રેન્જ આપશે તેવી અપેક્ષા છે. આ સિવાય તેમાં ફાસ્ટ ચાર્જિંગ અને V2L (વાહનથી બીજા ઉપકરણો ચલાવવાની ટેકનોલોજી) પણ મળશે.

Tata Sierra EV ના પ્રીમિયમ ફીચર્સ અને ડિઝાઇન

Tata Sierra EV નો લુક મોડર્ન હોવાની સાથે જૂની Tata Sierra ની યાદ અપાવશે. તેમાં પાતળી LED લાઈટ્સ, સ્પ્લિટ હેડલેમ્પ્સ અને મોટા એલોય વ્હીલ્સ જોવા મળશે. અંદરની તરફ 3-સ્ક્રીન સેટઅપ, પેનોરેમિક સનરૂફ, 360-ડિગ્રી કેમેરા અને ADAS (એડવાન્સ ડ્રાઇવર આસિસ્ટન્ટ સિસ્ટમ) જેવા હાઇ-ટેક ફીચર્સ આપવામાં આવશે.

Tata Sierra EV ની અંદાજિત કિંમત

Tata Sierra EV ની શરૂઆતની કિંમત ભારતીય બજારમાં આશરે ₹18 લાખની આસપાસ હોઈ શકે છે. તે સિંગલ મોટર અને ઓલ-વ્હીલ ડ્રાઇવ (AWD) એમ બંને વેરિઅન્ટમાં ઉપલબ્ધ થઈ શકે છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now