Home Gujarat Sabarkantha Bheel Garasiya Sabarmati River Chitra Vichitra Melo Fair Adivasi Culture Village Fair Mahabharat Historical Fair Gujarat Adivasi Fair Gujarati News Gujarat Samchar Latest News In Gujarati Latest Gujarat News Gujarati News Live Latest Gujarati Samachar Live Tv Gujarati News

ગુજરાતના ચિત્ર વિચિત્ર મેળાનું મહાભારત કનેક્શન! : આદિવાસી સમાજની સંસ્કૃતિ, પરંપરા અને ધાર્મિક માન્યતાઓનું પ્રતિનિધિત્વ કરતો ચિત્ર-વિચિત્ર મેળો

ગુજરાતના ચિત્ર વિચિત્ર મેળાનું મહાભારત કનેક્શન!
Play Video
Published by: OBS Bureau
Last Updated: May 28, 2025, 09:09 AM IST

કુંભની જેમ ગુજરાતમાં પણ મહાભારત કાળથી એક મેળો ભરાય છે. તેનું નામ ખબર છે? કહેવાય છે કે ભીષ્મ પિતામહના બે પિતરાઈ ભાઈઓ - ચિત્રાંગદ અને વિચિત્રવિર્યને. અહીંના પવિત્ર પાણીથી સ્વાસ્થ્ય અને દિર્ઘઆયુનું વરદાન મળ્યું હતું. અને ત્યારથી જ, સાબરકાંઠા જિલ્લાના ગુણભાંખરી ગામમાં, દર વર્ષે ભીલ અને ગરાસિયા જનજાતિના લોકો, સાબરમતી, આકુળ અને વ્યાકુળ નદીઓના ત્રિવેણી સંગમ પર આવી, પોતાના મૃત્યુ પામેલાં સ્વજનોને શ્રદ્ધાંજલિ આપે છે. અને સાથે સાથે તે પોતાના સંતાનોના લગ્ન માટે યોગ્ય પાત્રની શોધ પણ કરે છે. ગુજરાતના આ ઓફબીટ મેળાનું નામ છે - ચિત્ર વિચિત્રનો મેળો! તમે કદી ગયા છો આ ગુજરાતના કુંભ મેળામાં? કમેન્ટ કરીને કહો. અને આ ચિત્ર-વિચિત્ર ઓફબીટ સ્ટોરીને હમણાં જ શેર કરો!

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now