Home Gujarat Sabarkantha After A Huge Uproar Saber Dairy Found A Solution

ભારે બબાલ બાદ સાબર ડેરીએ શોધ્યો સમાધાનનો રસ્તો : સાધારણ સભા બાદ પશુપાલકોને યોગ્ય ભાવ ફેર આપવાની સાબર ડેરીના ચેરમેને આપી ખાતરી

ભારે બબાલ બાદ સાબર ડેરીએ શોધ્યો સમાધાનનો રસ્તો
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 16, 2025, 08:16 AM IST

Sabar Dairy: સાબરકાંઠામાં આવેલી સાબર ડેરીમાં ભાવનો વિવાદ ભારે વકર્યો. વિવાદ વધતા પરિસ્થિતિ બેકાબૂ બની હતી. જેને પગલે પોલીસ તંત્રની પણ મદદ લેવાની ફરજ પડતી હતી. ડેરીના મેનજમેન્ટ સામે પશુપાલકો આકરા પાણીએ થયા હતા. આ સ્થિતિમાં સ્થિતિ વધુ વિકટ ન બને તે આશયથી હવે સંઘર્ષ અને ઘર્ષણ બાદ સમાધાનનો માર્ગ શોધવામાં આવ્યો છે. સાબર ડેરી ખાતે ગઈકાલે થયેલા ઘર્ષણ બાદ સાબર ડેરીના ચેરમેન દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. સાબર ડેરીના ચેરમેન શામળભાઈ પટેલે જણાવ્યું છેકે, પશુપાલકોને સાધારણ સભા બાદ યોગ્ય ભાવ ફેર આપવામાં આવશે.

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના સાડા ત્રણ લાખ પશુપાલકોની આર્થિક કરોડરજ્જુ સામાન સાબર ડેરી દ્વારા પશુપાલકોને વર્ષ દરમિયાન ભાવભર ચૂકવવામાં આવતો હોય છે તે જ રીતે ચાલુ સાલે પણ પશુપાલકોને ચૂકવાયો હતો પરંતુ પશુપાલકોને આ ભાવ ફેર ઓછો લાગ્યો હોવાના કારણે પશુપાલકો દ્વારા ગઈકાલ 14 તારીખના રોજ વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. આ વિરોધ ઘર્ષણ સુધી પહોંચ્યો હતો જો કે આ સમગ્ર ઘટનાને લઈને સાબરડેરીના સત્તાધીશો દ્વારા અત્યાર સુધી કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા આપવાથી દૂર રહ્યા હતા પરંતુ આજે સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલ દ્વારા પશુપાલકોને અપીલ કરતી પ્રતિક્રિયા આપવામાં આવી હતી.

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકો ભાવ ફેર ની રકમ ઓછી હોવાને લઈને વિરોધ દર્શાવી રહ્યા હતા અને આ વિરોધ ઘર્ષણ સુધી પહોંચ્યો હતો ત્યારબાદ સાબરકાંઠા પોલીસે દ્વારા ૭૪ વ્યક્તિઓના નામ જોગ અને 900 થી 1000 ના ટોળા સામે ફરિયાદ દાખલ કરી છે અને 47 ની ધરપકડ પણ કરી લેવામાં આવી છે જોકે આ વિરોધ પ્રદર્શન બાદ પરત ઘરે જતા એક પશુપાલકને તબિયત લથડી હતી અને ત્યારબાદ તેનું મોત થયું હતું.

આ સમગ્ર મામલે પણ પશુપાલકો ઉગ્ર બન્યા હતા જોકે ઈડર તાલુકાના જીંજવા ગામના અશોકભાઈ ચૌધરીની પેનલ દ્વારા પીએમ કરી તેઓના મૃતદેહ નો અગ્નિસંસ્કાર પણ કરી દેવામાં આવ્યો હતો. એટલું જ નહીં પરંતુ આજે સાબર ડેરી ના ચેરમેન દ્વારા પશુપાલકોને કોઈપણ જગ્યાએ વિરોધ પ્રદર્શન ન કરવા તેમજ નુકસાન પહોંચાડવું નહીં તેવી અપીલ કરવામાં આવી છે સાથે જ યોગ્ય ભાવ ચૂકવી આપવાની પણ પશુપાલકોને અપીલ કરવામાં આવી છે.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now