Home International Russian Plane Crashing With Over 43 People Onboard

Plane Crash Video વધુ એક પ્લેન ક્રેશ : ગુમ રશિયન વિમાન ક્રેશ થયું હોવાની પુષ્ટિ, 5 બાળકો, 6 ક્રૂ મેમ્બર સહીત 49ના મોત

Plane Crash Video વધુ એક પ્લેન ક્રેશ
Play Video
Published by: OBS Bureau
Last Updated: Jul 24, 2025, 09:46 AM IST

Plane Crash Video: ચીનની સરહદ નજીક ગુમ થયેલ રશિયન વિમાન ક્રેશ થયું હોવાની પુષ્ટિ થઇ છે. જેમાં 5 બાળકો સહીત 43 મુસાફરો સવાર હતા અને 6 ક્રૂ મેમ્બર હતા, આ તમામના મોત થયા હોવાની પુષ્ટિ પ્રાદેશિક ગવર્નર વાસિલી ઓર્લોવે કરી છે

ક્રેશ વિમાનના કાટમાળના દ્રશ્યો સામે આવ્યા છે.,સ્થાનિક  ટીવી ચેનલ દ્વારા આ દ્રશ્યો પ્રસારિત કરવામાં આવ્યા છે.

વધુ એક પ્લેન ક્રેશ

આઠ સેકન્ડની ક્લિપમાં સાઇબિરીયા સ્થિત એરલાઇન દ્વારા સંચાલિત ક્ષતિગ્રસ્ત વિમાન, જંગલમાં ધુમાડાના મોટા વાદળો વચ્ચે  ઘેરાયેલું નજરે પડે  છે. ફ્યુઝલેજમાં આગ લાગી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. પ્રાદેશિક ગવર્નર વાસિલી ઓર્લોવે ટેલિગ્રામ પર લખ્યું છે કે, એન્ટોનોવ-24 વિમાન બ્લાગોવેશેન્સ્ક શહેરથી ચીનની સરહદે આવેલા અમુર પ્રદેશના ટિંડા શહેર તરફ જતું હતું ત્યારે રડાર પરથી ગાયબ થઈ ગયું હતું. પ્રારંભિક માહિતી અનુસાર, પાંચ બાળકો સહિત 43 મુસાફરો અને છ ક્રૂ સભ્યો સવાર હતા,  ઓર્લોવે જણાવ્યું હતું. આ તમામના મોત થયા છે.

ક્રેશ થયેલા વિમાન વિશે જાણો

તમને જણાવી દઈએ કે AN-24નું પૂરું નામ એન્ટોનોવ-24 છે. તે સોવિયેત રશિયામાં બનેલું મધ્યમ-અંતરની ડબલ-એન્જિન ટર્બોપ્રોપ પેસેન્જર પ્લેન છે. આ પ્લેન ટૂંકા અંતર સુધી ઉડવા માટે બનાવવામાં આવ્યું હતું. આ પ્લેનનો ઉપયોગ ફક્ત પ્રાદેશિક ફ્લાઇટ્સ માટે થાય છે. આ પ્લેન 1959માં પહેલી વાર ઉડાન ભરી હતી. આ પ્લેન ખાસ કરીને રશિયા, પૂર્વી યુરોપ અને એશિયાના દુર્ગમ વિસ્તારોમાં ઉડવા માટે બનાવવામાં આવ્યું હતું.

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now