Home Sports Rumors Of Divorce Circulate After 20 Years Of Marriage Between Sehwag And Aarti

સહેવાગનું લગ્નજીવન તૂટ્યું? : 20 વર્ષ બાદ સહેવાગ-આરતીના લગ્નમાં દરાર? છૂટાછેડાની ઉડી અફવા

સહેવાગનું લગ્નજીવન તૂટ્યું?
Published by: OBS Bureau
Last Updated: Jan 24, 2025, 10:00 AM IST

ભારતના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર અને વિસ્ફોટક બેટર સહેવાગના લગ્ન જીવનમાં સમસ્યા હોવાનું દાવો કરવામાં આવી રહ્યો છે. બંને અલગ થવાના રસ્તા પર હોવાનું પણ કહેવામાં આવી રહ્યું છે. સૂત્રોના પ્રાણે સહેવાગ અને આરતીના સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી ખટરાગ હતો જેના કારણે તેઓ કેટલાક મહિનાથી અલગ રહે છે. એવું માનવામાં આવે છે કે, બંને જલદી છૂટાછેડા લઈ શકે છે. આ પહેલા બંનેએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કર્યા હતા.

તેમના 20 વર્ષ જૂના લગ્નજીવનમાં તાજેતરની ઘટનાઓ તેમની વચ્ચે વધતા અંતરનો સંકેત આપે છે. દિવાળીની ઉજવણી દરમિયાન, વીરેન્દ્રએ સોશિયલ મીડિયા પર તેના પુત્રો અને તેની માતા સાથેની તસવીરો શેર કરી, પરંતુ આરતી ક્યાંય દેખાઈ નહીં. અગાઉ, સેહવાગ અને આરતીએ ઇન્સ્ટાગ્રામ પર એકબીજાને અનફોલો કરી દીધા હતા, જેના કારણે તેમના સંબંધોમાં તિરાડ પડી હોવાની અટકળો શરૂ થઈ હતી. બંનેને બે પુત્રો છે, આર્યવીર અને વેદાંત. સેહવાગ અને આરતીના લગ્ન 2004 માં થયા હતા.વીરેન્દ્ર અને આરતીને બે પુત્રો છે - આર્યવીર, જેનો જન્મ 2007 માં થયો હતો, અને વેદાંત, જેનો જન્મ 2010 માં થયો હતો.

જો કે, આ વાતની કોઈ આધિકારીક પુષ્ટિ નથી કરવામાં આવી. થોડા સમય પહેલા સહેવાગે પલક્કડમાં વિશ્વ નાગયક્ષી મંદિરમાં દર્શન કર્યા હતા પરંતુ તેમાં આરતીનો કોઈ ઉલ્લેખ નહોતો કર્યો. જે બાદ ચાહકો તેમના અલગ થવાના સંકેતો માની રહ્યા છે.જોકે સેહવાગ કે આરતી બંનેમાંથી કોઈએ કોઈ સત્તાવાર જાહેરાત કરી નથી, પરંતુ ઘણા મહિનાઓથી સોશિયલ મીડિયા પર એકબીજાને ન જોવાથી ક્રિકેટ ચાહકોને તેમના અલગ થવાની શંકા મજબૂત થઈ રહી છે.

((અહીં આપવામાં આવેલી માહિતી સોશિયલ મીડિયા પર ચાલતી વાતો અને માહિતાઓ પર આધારિત છે. અમે તેની પુષ્ટિ નથી કરતા))

joinWhatsapp ચેનલ સાથે જોડાઓ
joinJoin Now